મોરબી: રામધન આશ્રમે ભવ્ય અન્નકૂટ દર્શનનો કાર્યકમ યોજાયો

0
84
/

અન્નકૂટ દર્શનનો હજારો ભાવિકોએ લાભ લીધો : આજે બીજ નિમિત્તે નેજા ઉત્સવ, પૂજન, મહાઆરતી, અને મહાપ્રસાદ,સંતવાણી સહિતના વિવિધ કાર્યકમો યોજાશે

મોરબી : હિન્દુ શાસ્ત્રોમાં દિવાળીના બીજા દિવસથી નવા વર્ષનો પ્રારંભ થાય છે ત્યારે ગુજરાતભરના પણ જુદા – જુદા મંદિરોમાં અન્નકૂટ દર્શનનું આયોજન કરવામાં આવે છે તેવો જ અન્નકૂટ મહોત્સવ મોરબીના મહેન્દ્રનગર પાસે આવેલ સુપ્રસિધ્ધ રામધન આશ્રમ ખાતે યોજાયો હતો.જેમાં ૫૬ ભોગ અન્નકુટ ધરવામાં આવ્યો હતો.આ અન્નકૂટ દર્શનનો હજારો ભાવિકોએ લાભ લીધો હતો.

મોરબીના મહેન્દ્રનગર પાસે આવેલ સુપ્રસિધ્ધ રામધન આશ્રમ ખાતે પ્રતી વર્ષની જેમ આ વર્ષે પણ મહંત પૂ. ભાવેશ્વરીબેન, પૂ. રતનબેન,ના સાનિધ્યમાં ૫૬ ભોગ અન્નકુટ રાખવામાં આવ્યો હતોજેમાં જુદી જુદી ભાજીના શાક સંભાર ફળ, ફરસાણ,મિઠાઇ અને પ્રસાદ ધરવામાં આવ્યો હતો.બહોળી સંખ્યામાં ભકતજનોએ અન્નકુટ દર્શનનો લાભ લીધો હતો, અને ભકતજનો માટે પ્રસાદ ની વ્યવસ્થા રાખવામાં આવી હતી. તો આવતીકાલે ભાઈ બીજ નિમિત્તે મર્યાદિત સંખ્યામાં આશ્રમ ખાતે નેજા ઉત્સવ, પૂજન, મહાઆરતી, અને મહાપ્રસાદ, સંતવાણી સહિતના વિવિધ કાર્યકમ રાખવામાં આવ્યા છે. જેને સફળ બનાવવા મહંત પૂ. ભાવેશ્વરીબેન, પૂ. રતનબેન,મુકેશ ભગત અને દિલીપ મહારાજ સહિત મોટી સંખ્યામાં ભાવિકો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. ભક્તોજનોએ સરકારની કોરોના ગાઇડલાઈન્સના પાલન સાથે મહાઆરતી,અને અન્નકૂટ દર્શનનો લાભ લીધેલ હતો.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/