હવે ગુજરાતમાં પ્રવેશવા માટે RTPCR ટેસ્ટ ફરજિયાત કરવો પડશે

0
67
/

તમામ નાગરિકોનું સ્ક્રીનીંગ કરાશે, આગામી તા.૧લી એપ્રિલથી અમલ : ગુજરાતમાં આજે સાંજે ૪ વાગ્યા સુધી કુલ ૫૦,૫૮,૬૨૬  લાભાર્થીઓનુ પણ રસીકરણ કરાયું

મોરબી : નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ જણાવ્યું છે કે રાજ્યમાં કોરોનાનું સંક્રમણ અટકે તે માટે રાજ્ય સરકાર દ્વારા અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે મહારાષ્ટ્ર સહિત અન્ય રાજ્યોમાંથી ગુજરાત પ્રવેશ ઇચ્છુક તમામ નાગરિકોએ RTPCR ટેસ્ટ ફરજિયાત કરાવેલો હોવો જરૂરી છે અને જે નાગરિકોનો ટેસ્ટ નેગેટિવ હશે તેને જ ગુજરાતમાં પ્રવેશ આપવામાં આવશે.

નાયબ મુખ્યમંત્રી પટેલે ઉમેર્યુ કે, આરોગ્ય અને પરિવાર કલ્યાણ દ્વારા મહારાષ્ટ્ર રાજ્યમાંથી ગુજરાતમાં આવતા તમામ વ્યક્તિઓએ પ્રવેશના છેલ્લા ૭૨ કલાકમાં RTPCR ટેસ્ટ કરાવેલ હોવો જોઇએ અને રીપોર્ટ નેગેટીવ હોવો અનિવાર્ય છે અને મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં પ્રવેશતા તમામ વ્યક્તિઓનું સઘન સ્ક્રીનીંગ થયા બાદ જ તેમને ગુજરાતમાં પ્રવેશ આપવાનો નિર્ણય કરાયો છે પરંતુ દેશ ના ઘણા રાજ્યોમાં વધી રહેલા કોરોના વાઈરસના સંક્રમણને ધ્યાને લેતા તેમજ ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા વ્યક્તિઓમાં સંક્રમણનું પ્રમાણ વધારે જોવા મળતું હોઈ દેશના અન્ય રાજ્યોમાંથી આવતા મુસાફરોના RTPCR ટેસ્ટ કરાવવાનું જરૂરી હોઈ ગુજરાત રાજ્યમાં અન્ય રાજ્યોમાંથી કોવડ-૧૯ નાં કેસોનો વ્યાપ ન વધે તે માટે તકેદારીના ભાગ રૂપે એપિડેમિક ડીસીઝ એકટ અન્વયે મળેલ સત્તાની રૂઈએ અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં પ્રવેશ ઈચ્છુક તમામ વ્યક્તિઓએ છેલ્લા ૭૨ કલાકમાં RTPCR ટેસ્ટ કરાવેલ હોય અને તે નેગેટિવ હોય તેઓને જ પ્રવેશ મળવાપાત્ર થશે.અન્ય ૨ાજ્યોમાંથી ગુજરાતમાં પ્રવેશ માટે આવતા તમામ વ્યક્તિઓનું સ્ક્રીનિંગ ફ૨જયાત પણે ક૨વાનું રહેશે. આ હુકમ તા .૦૧.૦૪.૨૦૨૧ થી અન્ય હુકમ નહી થાય ત્યાં સુધી અમલમાં રહેશે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/