મીતાણા નજીક રૂ. 10.45 લાખના વિદેશી દારૂ સાથે ત્રણ ઝડપાયા

0
214
/

ટંકારાના મિતાણા નજીક ગત મોડી રાત્રે એલસીબીએ દરોડો પાડીને રૂ. 10.45 લાખના વિદેશી દારુ સાથે ત્રણ શખ્સોને પકડી પાડ્યા છે. આ સાથે ટ્રક અને કાર મળી કુલ રૂ. 19.52 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.પ્રાપ્ત થતી વિગત મુજબ ટંકારાના મીતાણા નજીક રાજકોટ હાઇવે ઉપર ગતરાત્રે 12 વાગ્યાના અરસામાં એસલસીબીએ ટ્રક નં આરજે 30 0061 તેમજ અલ્ટો કાર નં જી જે 16 9 બીબી1799 માંથી વિદેશી દારૂની 750 mlની 2016 બોટલ કિમત રૂ. 604800
120 મિલીની 4416 બોટલ કિમત રૂ. 441600 સાથે જગપાલસિહ ગોપાલસિહ બડવા, શકિલખાન નાશિરખાન પઠાણ અને નારાયણ લાલુરામ રહે બધા રાજસ્થાન વાળાને ઝડપી લેવામાં આવ્યા છે.
 તથા મોબાઈલ ફોન-૪ કી.રૂ.૬૫૦૦/- તથા ટ્રક-૧ તથા અલ્ટો કાર-૧ મળી કુલ કી.રૂ.૯,,,૦૦૦/- સાથે મળી આવતા કુલ રૂ.૧૯,૫૨૯૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડી ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ટંકારા પો.સ્ટે. માં ગુનો રજીસ્ટર કરાવેલ છે.એલસીબીએ ત્રણેય આરોપીઓને ઝડપી પાડી કાર અને ટ્રક તેમજ દારૂનો જથ્થો મળી કુલ રૂ.1952900નો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

 

 

 

વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

વધુ સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/