મોરબી : મકરાણીવાસમાં પિતા-પુત્ર પર છરી ધોકાથી હુમલો

40
250
/
/
/

પુત્રને વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો

મોરબી : મોરબીના મકરાણી વાસમાં પિતા-પુત્ર પર ત્રણથી ચાર શખ્સોએ હુમલો કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે બન્ને પિતા પુત્રને મોરબીની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા બાદ પુત્રને માથાના ભાગે ઈજા થવાથી તેને વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયા છે.

આ બનાવની મોરબી એ ડિવિનજ પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના મકરાણી વાસમાં હુસેન દિનમહમદ બ્લોચ ઉ.વ.20 અને દિનમહમદ તેયમહમદ બ્લોચ ઉ.વ.56 પર આજે ત્રણથી ચાર શખ્સોએ અંગત અદાવતમાં છરી ધોકા સહિતના હથિયારોથી હુમલો કર્યો હતો.જેમાં બન્નેને ઇજા થતાં તાકીદે મોરબીની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે. જ્યારે હુસેનને માથાના ભાગે ઇજા થઇ હોવાથી પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયો હોવાનું જાણવા મળે છે.એ ડિવિઝન પોલીસે આ બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબીના વધુ સમાચારો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને The Press Of India નું ફેસબુક પેજ લાઇક કરો…

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

The Press Of India ના વ્હોટ્સએપ ગૃપ માં જોડાવા નીચેની લિન્ક પર ક્લિક કરો

https://chat.whatsapp.com/CTjqfxZhxHMDs0kXGSjRD8

મોરબીના વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

મોરબીના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

મોરબીના સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/
Banner

40 COMMENTS

Comments are closed.