મોરબી : કોંગો ફીવરનો કહેર : ૬૬ દર્દીઓમાંથી ૨ શંકાસ્પદ કેસ, ૨૮ ઓબ્ઝર્વેશનમાં

0
193
/

રાજ્યમાં રોગચાળાએ માથું ઉચક્યું છે અને જીવલેણ કોંગો ફીવરે મોરબી જીલ્લામાં દેખા દેતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી છે હળવદ નજીકની ફેક્ટરીમાં કોંગો ફીવરના પોઝીટીવ કેસોને પગલે વધુ ૬૬ શ્રમિકોને સારવાર માટે મોરબી ખસેડવામાં આવ્યા હતા જેમાં બે શંકાસ્પદ કેસો રાજકોટ ખસેડાયા છે તો હજુ પણ ૨૮ દર્દીઓને એક દિવસ માટે ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે

        પશુઓ દ્વારા ફેલાતા કોંગો ફીવર વાયરસની અસર હળવદ પંથકમાં જોવા મળી છે અને ગત તા. ૨૫ ના રોજ હળવદ નજીકની આસ્થા પોલીપેક નામની ફેકટરીમાં 3 શ્રમિકોમાં કોંગો ફીવરના લક્ષણો દેખાતા લોહીના સેમ્પલ પુના રીપોર્ટ માટે મોકલવામાં આવ્યો હતો જેમાંથી બે રીપોર્ટ પોઝીટીવ આવ્યા હોય અને ત્રણેય દર્દીઓને અમદાવાદ સારવાર માટે ખસેડાયા છે તો તે ઉપરાંત અન્ય ૧૧ શ્રમિકોને રાજકોટ સારવાર આપવામાં આવી રહી છે કોંગો ફીવરને પગલે જીલ્લા આરોગ્ય અધિકારી ડો. જે એમ કતીરાના માર્ગદર્શન હેઠળ જીલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડો. સી એલ વારેવરીયા સહિતની ટીમે સર્વે શરુ કર્યો છે અને રોગચાળાને અટકાવવા જરૂરી પગલા ભરવામાં આવી રહ્યા છે

દરમિયાન ફેકટરીમાં કામ કરતા વધુ ૬૬ દર્દીઓને આજે મોરબી સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જેના ચેકઅપ કર્યા બાદ ૨ શંકાસ્પદ દર્દીઓને રાજકોટ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે તો ૩૬ દર્દીઓના નોર્મલ રીપોર્ટને પગલે તેને રજા આપી દેવાઈ છે જયારે અન્ય ૨૮ દર્દીઓને મોરબી સિવિલ હોસ્પિટલ માં એક દિવસ માટે ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે કોંગો ફીવરને પગલે આરોગ્ય ટીમ દ્વારા રોગચાળો અટકાવવા સઘન કામગીરી હાથ ધરાઈ છે તો શ્રમિકોને સારવાર આપવામાં આવી રહી છેRelated image

મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ 

ફેસબુક પેજ:-

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

 યુ ટ્યુબ ચેનલ :-

https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 

 ટ્વિટર:-

 https://twitter.com/thepressofindia

 ઇન્સ્ટાગ્રામ:-

https://www.instagram.com/thepressofindia/?hl=en 

 વ્હોટ્સએપ ગૃપ :-

https://chat.whatsapp.com/CwFZdFjA8tXLL3g47zE48j

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/