આજથી વાંકાનેરમાં યાર્ડના કર્મચારીઓ 3 દિવસ કાળી પટ્ટી ધારણ કરશે

0
45
/

વાંકાનેર: આજથી વાંકાનેર યાર્ડના કર્મચારીઓ તેમના હિત અંતર્ગત સરકાર ના નિર્ણયના વિરોધમાં સતત 3 દિવસ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ પ્રદર્શિત કરશે

પ્રાપ્ત વિગતો અને વાંકાનેર યાર્ડના સેક્રેટરી અબ્દુલ ચૌધરી ના જણાવ્યાનુસાર 6 મેં ના રોજ સરકાર દ્વારા બજાર ધારામાં વટહુકમ દ્વારા 26 જેટલા સુધારા અમલી બનાવ્યા છે જેને આવકારવામાં આવે છે પરંતુ આ સુધારા પૈકી અમુક સુધારા બજાર સમિતિના કર્મચારીઓના હિટ તેમજ આર્થિક સ્થિતિ પર અસરકારક હોય જે મુદ્દે ગુજરાત બજાર સમિતિએ સરકારને રજૂઆત પણ કરી છે છતાં આજ દિન સુધી કર્મચારીઓના હિત સંબંધિત કોઈજ નીરનાંય લેવાયેલ નથી તેમજ વધુમાં જણાવ્યાનુસાર કર્માચારીઓના સેલેરી પ્રોટેક્શન તેમજ ભવિષ્યમાં મળવાપાત્ર લાભો મળતા રહે ફિલ્ડ, સટાફ, ને માર્કેટિંગ ઈન્સકપેક્ટરની સેવા નિયામક વહીવટી તંત્રના હવાલો મુકવામાં આવે તેવી વિવિધ માંગ સાથે આજથી વાંકાનેરમાં યાર્ડના કર્મચારીઓ 3 દિવસ કાળી પટ્ટી ધારણ કરશે તેવું અખબારી યાદીમાં જણાવાયું છે.

(તસ્વીર: મુકેશ પંડયા-વાંકાનેર)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/