હળવદ : કડિયાણામાં જુગાર રમતા છ શખ્સો ઝડપાયા

0
116
/
હળવદ પોલીસ દ્વારા ૮૫ હજારનો મુદ્દામાલ કબ્જે કરાયો

હળવદ : હળવદ તાલુકાના કડીયાણા ગામની સીમમાં જુગાર રમતા છ શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા. જુગારીઓ પાસેથી ૫ મોબાઈલ, ૩ મોટર સાયકલ અને ૧૧૩૦૦ની રોકડ મળી કુલ ૮૫૮૦૦નો મુદ્દામાલ કબજે કરી તમામ જુગારીઓ વિરુદ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

બનાવની જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના કડિયાણા ગામની સીમમાં આવેલા અંબારામભાઈની વાડીની ઓરડીની બાજુમાં છ શખ્સો જુગાર રમી રહ્યા હતા. તે વેળાએ હળવદ પોલીસે દરોડો પાડતા તમામ જુગારીઓ પોલીસના હાથે ઝડપાઇ ગયા હતા. જેથી, પોલીસે ૫ મોબાઈલ, ૩ મોટરસાયકલ અને ૧૧,૩૦૦ની રોકડ મળી કુલ ૮૫,૮૦૦ના મુદ્દામાલ સાથે અંબારામભાઈ ચતુરભાઈ, હસમુખભાઈ ઉર્ફે જીગ્નેશભાઈ વલમજીભાઈ, ભાવિકભાઈ જીવરાજભાઈ, રવિભાઈ રણછોડભાઈ, રમેશભાઈ મનજીભાઈ માકાસણા, વિષ્ણુભાઈ કાનજીભાઈ માકાસણા એમ છ શખ્સોને હળવદ પોલીસ મથકે લઇ આવી ગુનો નોંધી ધોરણ સરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/