માળીયા-હળવદ હાઇવે ઉપર વિદેશી દારૂ-બીયરની હેરાફેરી કરતા બે ઝડપાયા

0
37
/

પોલીસે વિદેશી દારૂ-બીયર મળીને કુલ રૂ.૧૧૨૦૦ રકમનો મુદામાલ જપ્ત કર્યો

માળીયા : માળીયા હળવદ હાઇવે ઉપર વિદેશી દારૂ-બીયરની હેરાફેરી કરતા બે શખ્સને પોલીસે દબોચી લીધા હતા.પોલીસે વિદેશી દારૂ-બીયર મળીને કુલ રૂ.૧૧૨૦૦ નો મુદામાલ જપ્ત કરી બન્ને આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ બનાવની માળીયા મીંયાણા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર માળીયા પોલીસે બાતમીના આધારે ગઈકાલે તા.૧૧ ના રોજ માળીયા હળવદ હાઇવે ઉપર ખાખરેચી ગામ જવાના રોડ ઉપર વિદેશી દારૂ-બીયરની હેરાફેરી કરતા ભુપતભાઇ મોહનભાઇ ચૌહાણ (ઉવ.૩૨ રહે.હાલ બ્લુઝોન સીરામીક જેતપર રોડ પાવડીયારી, મોરબી), ભગતભાઇ કાનાભાઇ ચૌહાણ (ઉવ.૩૨ રહે.જેતપર ગામ ગૌશાળા સામે ઘંટી વાળાના મકાનમાં) ને ઝડપી લીધા હતા.પોલીસે બન્ને આરોપીઓ પાસેથી વિદેશીદારની શીલપેક નાની બોટલો ચપલા કુલ નંગ-૮૯ કિ.રૂ.૮૯૦૦ તથા માઉન્ટ્સ 6000 સુપર સ્ટ્રોંગ બીયરના ટીન નંગ ૨૪ કિ.રૂ.૨૪૦૦ મળી કુલ રૂ.૧૧૨૦૦નો મુદામાલ કબ્જે કર્યો હતો.પોલીસે આ બન્ને આરોપીઓ સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી પણ હાથ ધરી હતી.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/