માળીયા: જુનાઘાંટીલા ગામે દિકરીના જન્મદિવસે ૪૦૦ ચકલીઘર પાણીના કુંડા ચણ સ્ટેન્ડનુ વિતરણ

0
165
/

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] જુનાઘાંટીલા ગામના વિજયભાઈ દેત્રોજાની લાડકી દીકરી પુર્વાના જન્મદિવસે જિલ્લા પંચાયત સદસ્ય મહેશભાઈ પારજીયા મોરબી યુથ કોંગેસ પ્રમુખ સંદીપભાઈ કાલરીયા જુનાઘાંટીલા ગામના સરપંચ ઉમેશ જાકાસણીયાસહીતનાએ હાજરી આપી

માળીયામિંયાણાના જુનાઘાંટીલા ગામે દેત્રોજા પરીવારે વ્હાલસોય દિકરી પુર્વાના જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરી હતી જુનાઘાંટીલા ગામે રહેતા પર્યાવરણ અને પક્ષીપ્રેમી વિજયભાઈ દેત્રોજાની લાડકી દિકરી પુર્વાનો આજે જન્મદિવસ છે ક્યુટ અને સુશીલ સ્વભાવની પુર્વા આજે ૬ વર્ષ પુર્ણ કરીને સાતમાં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે ત્યારે વિજયભાઈએ પોતાની વ્હાલસોય દિકરી પુર્વાના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરવાની સાથે જન્મદિવસને યાદગાર બનાવવા ૪૦૦ જેટલા ચકલીઘર ૩૦૦ જેટલા ચણ માટેના સ્ટેન્ડ ૩૫૦ જેટલા પાણીના કુંડાનુ વિતરણ કરી ઉનાળાની ૪૪ ડિગ્રી તાપમાનમાં હાફતા ચકલાઓને ઠંડક મળી રહે ચણવા માટે સમયસર ચણ અને રહેવા માટે પોતાનું ઘર મળી રહે તેવા આશયથી વિજયભાઈએ દિકરી પુર્વાની ઈચ્છા મુજબ ચકલાઓને તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવી આપવા એક હજારથી વધુ ચકલાઘર સહીતની ચીજવસ્તુઓનુ વિતરણ કરી જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરી યાદગાર બનાવ્યો હતો જુનાઘાંટીલા ગામના પક્ષીપ્રેમી વિજયભાઈ દેત્રોજા આગામી સમયમાં ચકલીઘર ઉપલબ્ધ કરાવી જાહેર સ્થળોએ લગાવવાના સંકલ્પ સાથે ચકલાઓને પોતાનુ ઘરનું ઘર મળી રહે તેવા વિચાર થકી પોતાની દિકરીના જન્મદિવસે એક હજારથી વધુ ચકલાઓને લગતી ચીજવસ્તુઓનુ જુનાઘાંટીલા ગામમાં વિતરણ કરાયુ હતુ જેમા અનેક લોકો ચકલીઘર પાણીના કુંડા ચણ માટેના સ્ટેન્ડ સહીતનો આખો સેટ લેવા ઉમટી પડયા હતા આ પ્રસંગે મહેશભાઈ પારજીયા અને મોરબી કોંગ્રેસ યુથ પ્રમુખ સંદીપભાઈ કાલરીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા જેમના હસ્તે ચકલાઘર સહીતનુ વિતરણ કરવામાં આવ્યું હતુ તેમજ જુનાઘાંટીલા ગામના સરપંચ ઉમેશ જાકાસણીયા સહીત બહોળી સંખ્યામાં લોકો આ તકે ઉપસ્થિત રહ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે વિજયભાઈ પટેલ ગામમાં પક્ષીપ્રેમી તરીકે સારૂ એવુ નામ ધરાવે છે ત્યારે પોતાની લાડકી દિકરીના જન્મદિવસે પિતા વિજયભાઈને સોશિયલ મીડિયામાં રાજકીય મિત્રો સગાવહાલા સ્નેહીજનો હિતેચ્છુ દ્વારા શુભેચ્છા પાઠવી હતી

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/