મોરબી : છરીના 67 જેટલા ઘા ઝીંકી યુવાનની ઘાતકી હત્યા કરનાર આરોપીને આજીવન કેદની સજા

0
385
/
ગત વર્ષ 2017માં ક્રિકેટ રમવા જેવી માથાકૂટ થયેલી હીંચકારી હત્યાના બનાવમાં કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો

મોરબી : મોરબીમાં વર્ષ 2017માં યુવાનની હીંચકારી હત્યાનો બનાવ સામે આવ્યો હતો. જેમાં ક્રિકેટ રમવા જેવી સામાન્ય માથાકૂટ હત્યા સુધી પહોંચી ગઈ હતી. ખુન્ન્સે ભરાયેલા એક શખ્સે યુવાનની 67 જેટલા છરી ઘા ઝીકી હત્યા કરી હોવાનો બનાવ અંગેના કેસમાં મોરબીની કોર્ટે આરોપીને કસૂરવાર ઠેરવી આજીવન કેદની સજા ફટકારી છે.

2017ના વર્ષમાં મોરબીના સબ જેલ પાછળના વિસ્તારમાં રહેતા અખ્તરભાઈ ઇબ્રાહિમભાઈ બ્લોચનો 18 વર્ષના પુત્ર એજાજ ગત તા.22/1/2017ના રોજ રાત્રે ઘરેથી જમીને નીકળ્યા બાદ લાપતા થઈ ગયો હતો. આથી તેમણે એ ડિવિઝન પોલીસ મથકે જાણ કરી હતી. જ્યારે ગત તા.23/1/2017ના રોજ એજાજની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. આથી આ બનાવની પોલીસની સઘન તપાસ બાદ અખ્તરભાઈ ઇબ્રાહિમભાઈ બ્લોચે પોતાના પુત્રના હત્યારા શાહરુખ શબીર બ્લોચ અને એક કાયદાના સંઘર્ષમાં આવેલ સગીર આરોપી સામે હત્યાની ફરિયાદ નોંધાવી હતી.

જેમાં આરોપીએ ફરિયાદીના પુત્ર એજાજ સાથે ક્રિકેટ રમવા જેવી નજીવી બાબતે થયેલી માથાકૂટનો ખાર રાખી રવાપર ગામથી આગળ સજ્જનપર ઘુનડા તરફ જતા રોડ ઉપર આવેલ ખેતરમાં રાત્રીના સમયે લઈ જઈ 67 જેટલા છરીના ઘા ઝીકી પતાવી દીધો હતો. આ બનાવની જે તે સમયે પોલીસે આરોપીઓને પકડીને જરૂરી કાર્યવાહી કરી કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કર્યું હતું.

આ ઘાતકી હત્યાના કેસમાં મોરબી ડિસ્ટ્રિક્ટ જજ એ.ડી. ઓઝા સાહેબની કોર્ટ દ્વારા આ કેસમાં મોરબીના સરકારી વકીલ વિજયભાઈ જાનીની ધારદાર દલીલો તથા 38 દસ્તાવેજી પુરાવા અને 32 મૌખિક પુરાવાને ધ્યાને લઇ કોર્ટે આરોપી શાહરુખ શબીર બ્લોચને આજીવન કેદ અને રૂ.10 હજારનો દંડ ફટકાર્યો છે. જ્યારે અન્ય સગીર આરોપીની ટ્રાયલ હાલ જુવાઇનલ કોર્ટમાં ચાલી રહી છે. જેનો ચુકાદો બાકી છે.


 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/