ચરાડવા મહાકાળી આશ્રમ ખાતે ભાઇબીજથી શિવ મહાપુરાણ તથા રુદ્રયાગ

0
256
/
મહાકાળી આશ્રમમાં સવાસો વર્ષના દયાનંદગીરી મહારાજના સાનિધ્યમાં તથા અમરગીરી બાપુના માર્ગદર્શન હેઠળ આયોજન
નૂતન વર્ષના પ્રથમ દિવસે હાથી, ઘોડા, ઊંટ તથા હજારો ભાવિકો સાથે ભવ્ય પોથીયાત્રા : સ્વયં-સેવકો દ્વારા તડામાર તૈયારીઓ ચાલુ

( પ્રવીણ વ્યાસ દ્વારા ) હળવદ : મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ચરાડવા ગામમાં દેવળિયા રોડ પર આવેલા શ્રી મહાકાળી આશ્રમ ખાતે દયાનંદગીરી મહારાજ અને તેમના શિષ્ય શ્રી અમરગીરીબાપુના સાનિધ્યમાં આગામી તા. 29 ઓક્ટોબરને મંગળવાર ભાઈબીજના દિવસથી ભવ્ય શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞ તથા રુદ્રયાગનું આયોજન કરાયું છે. જેની તડામાર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે

આ ધર્મોત્સવ અંતર્ગત આગામી તા. 28 ઓક્ટોબરને સોમવારે બપોરે બે વાગ્યાથી મહાકાળી આશ્રમથી ચરાડવા નગર કિર્તન સાથે વિશાળ પોથીયાત્રા નીકળશે. જેમા હાથી, ઘોડા, ઊંટ ભાવિકોમાં આકર્ષણનું કેન્દ્ર બનશે. તેમજ કથા સ્થળે 15 ફૂટના શિવલિંગના દર્શન તેમજ ડુંગર-ગુફાનું પ્રદર્શન ગોઠવવામાં આવ્યું છે. જેના દર્શનનો લાભ ભાવિકો લઇ શકશેપૂજ્ય દયાનંદગીરીજી મહારાજના સાનિધ્યમાં તથા વેદોના આધારે નીતિ-નિયમ મુજબ બાપુના માર્ગદર્શન હેઠળ આશ્રમ મધ્યે રુદ્ર-યાગના ભાગરૂપે યજ્ઞશાળાનું નિર્માણ કાર્ય શરૂ થઈ ગયું છે. તેમજ આશ્રમ પરિસરમાં કથા મંડપનું કાર્ય ખૂબ જોરશોરથી ચાલી રહ્યું છે. મોટી સંખ્યામાં યુવાનો આ ભગીરથ કાર્યમાં જોડાઇ રહ્યા છેઉલ્લેખનીય છે કે ગત તા. 17 ઓક્ટોબરના રોજ રાતે 08:00 કલાકે આશ્રમમાં આજુબાજુના ૧૫ ગામની મીટીંગનું આયોજન થયેલ હતું. જેમાં મોટી સંખ્યામાં સ્વયંસેવકો ઉમટી પડ્યા હતા. સ્વયંસેવકોએ બાપુને આ પ્રસંગના ઉત્સવ બાબતે કોઈપણ પ્રકારની ચિંતા ન કરવાનું કહી બધી જ જવાબદારી આજુબાજુના ગામોથી આવેલ ભક્તો જાતે ઉપાડી લેશે અને આ શિવ મહાપુરાણ કથાનું પ્રશંસનીય આયોજન કરશે તેવી બાહેંધરી આપી હતી

મોરબીના વધુ સમાચારો માટે The Press Of India ની નીચે આપેલ લિન્ક સાથે જોડાઓ

ફેસબુક પેજ:-
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
યુ ટ્યુબ ચેનલ :-
https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 
ટ્વિટર:-
 https://twitter.com/thepressofindia
ઇન્સ્ટાગ્રામ:-
https://www.instagram.com/thepressofindia/?hl=en 
વ્હોટ્સએપ ગૃપ :-
https://chat.whatsapp.com/GmiNcCIkwLI7wVeMdeDQxP

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/