હળવદના અજીતગઢ પાસે પાણીમાં બે યુવકો તણાયા, એકને બચાવાયો, એકની શોધખોળ ચાલુ છે

0
175
/

હળવદ : આજે હળવદ તાલુકાનાના અજીતગઢ ગામ નજીક પાણીમાં બે યુવકો તણાઈ ગયા છે. જેમાંથી એક યુવકને બચાવાયો છે, જ્યારે એક યુવકની શોધખોળ ચાલુ છે. અજીતગઢ અને માનગઢ વચ્ચે વહેતી નદીમાં આ બનાવ બન્યો હોવાનું જાણવા મળે છે.

અજીતગઢ ગામ નજીક પાણીમાં બે યુવકો તણાઈ ગયા છે. આ તણાઈ ગયેલા યુવકો પૈકી અક્ષયભાઇ દિનેશભાઇ ઠાકોર (ઉ.વ.18)ને ગામજનો દ્વારા બચાવી લેવામાં આવ્યો છે. જ્યારે કાનાભાઇ ગોરધનભાઇ ઠાકોર (ઉ.વ. 20)ની શોધખોળ કરાઇ રહી છે. અજીતગઢ અને માનગઢ વચ્ચે વહેતી નદી પસાર કરતી વેળાએ આ બનાવ બન્યો છે. આ બનાવની જાણ થતાં બંને ગામના લોકો નદી કાંઠે દોડી ગયેલ છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/