હળવદ: નવા વેગડવાવ ગામે અંગત દુશ્મનાવટ મામલે યુવાનને માર માર્યો

0
30
/

હળવદ : આજે હળવદમાં ભાગીદારીમાં નાખેલી પાઇપ લાઈન તૂટી જવા મામલે ભાગીદારો બાખડયા હોવાનો બનાવ સામે આવ્યો છે.

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર હળવદના નવા વેગડવાવ ગામે રહેતા હેમુભાઇ ટપુભાઇ કણજરીયા (ઉવ ૪૫) એ આરોપી મનસુખભાઇ ગોરધનભાઇ કોળી સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૨૯ ના રોજ સવારના નવેક વાગ્યાના સુમારે આરોપી તથા ફરીયાદીએ ભાગમા ખાઇ ખોદી પાઇપ લાઇન નાખેલ હોય અને આરોપીની પાઇપ લાઇન તૂટી ગયેલ હોય જે લાઇન રીપેરીગ કરવા ફરીયાદીએ આરોપીને કહેતા આરોપીને સારૂ નહી લાગતા આરોપીએ ફરીયાદીને ગાળો આપી લાકડાના ધોકાથી શરીરે આડેધડ મારી ડાબા હાથમા ફેકચર કરી તથા ડાબા પગમા તથા શરીરના અન્ય ભાગમા મુઢ ઇજા કરી ફરીયાદીને મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાતા હળવદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/