હળવદ જીઆઇડીસીમાંથી પસાર થતી નર્મદા કેનાલમાં બે યુવાનો ડૂબ્યા

0
22
/

જીઆઈડીસીમાં મજુરી કામ કરતા પરપ્રાંતીય યુવાનો કેનાલકાંઠે ન્હાવા માટે આવ્યા હતા

હળવદ: આજરોજ ચાર વાગ્યાની આસપાસ હળવદ જીઆઇડીસી માં થી પસાર થતી નર્મદા કેનાલમાં બે યુવાનો ડૂબ્યા છે સ્થાનિક તરવૈયાઓ દ્વારા તેઓની કેનાલમાં શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે બીજી તરફ કેનાલમાં બે યુવાનો ડુબ્યાના સમાચાર વાયુવેગે પ્રસરી જતા આજુબાજુના લોકો મોટી સંખ્યામાં કેનાલ ખાતે દોડી આવ્યા છે

બનાવની જાણવા મળતી વિગતો મુજબ હળવદ જી.આઈ.ડી.સી.માં આવેલ રોશની સોલ્ટમાં મજૂરીકામ કરતા મનોજભાઈ ઉંમર વર્ષ 22 અને અમરેશભાઈ ઉંમર વર્ષ 23 નામના બંને પરપ્રાંતિય યુવાનો મજુરી કામ કરી જીએડીસી ના પાછળના ભાગમાંથી પસાર થતી નર્મદા કેનાલે નાવા માટે ગયા હતા જોકે નર્મદા કેનાલના ધસમસતા પાણીમાં બંને યુવાનો ડૂબ્યા છે આથી સ્થાનિક તરવૈયાઓની ટીમ દ્વારા આ બંને યુવાનોની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે.

વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

વધુ સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/