હળવદ : રાયસંગપર ગામે ફરી એક વખત ગૌવંશ પર હીંચકારો હુમલો

0
40
/

હાલ સ્થાનિક ગૌસેવક દ્વારા હળવદ ગૌસેવકોને જાણ કરાતા પોલીસ અને ગૌ એમ્બ્યુલન્સ રાયસંગપર ગામે જવા રવાના

હળવદ : તાજેતરમા હળવદ તાલુકામાં છેલ્લા ઘણા સમય થી ગૌવંશો પર સતત હીંચકારા હુમલાઓ થઈ રહ્યા છે ત્યારે આજે ફરી એક વખત હળવદ તાલુકા ના રાયસંગપર પર ગામે નંદી પર હીંચકારો હુમલો થયો છે

આ ઘટના ની જાણ સ્થાનિક જીવદયા પ્રેમી દ્વારા હળવદ શ્રી રામ ગૌશાળા ના સંચાલકો ને જાણ કરાતા ગૌ એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે રવાના થઈ ગયેલ છે અને હળવદ પોલીસ સ્ટેશન ના પી.આઈ ને જાણ કરાતા હળવદ પોલીસ સ્ટાફ ઘટના સ્થળે જવા રવાના થયેલ છે અત્રે ઉલ્લેખનીય છે કે પોલીસ દ્વારા માથક ગામ માં ગૌવંશ પર ઉમલો કરનાર વિરુદ્ધ કડક માં કડક પાસા હેઠળ કાર્યવાહી કરી હોય તેમ છતાં અસામાજિક તત્વો નિર્દયતા પૂર્વક હુમલાઓ કરી રહ્યા છે ત્યારે આ ઘટના ના આરોપીઓ ને પકડી પાડી તંત્ર ઘટતી કાર્યવાહી કરે તેવી જીવદયા પ્રેમીઓ ની લાગણી અને માંગણી છે.

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/