હળવદ : હળવદ તાલુકાના રાતાભેર નજીક આવેલા પેટ્રોલપંપમાં બે શખ્સોએ લૂંટ ચલાવ્યાની ઘટનાને ચાર દિવસ બાદ પોલીસે આજે ફરિયાદ નોંધી છે. આરોપીઓ હાથવેંતમાં હોવાના કારણે અત્યાર સુધી ફરિયાદ નોંધવામાં વિલંબ કર્યા બાદ આજે પોલીસે તાત્કાલિક ફરિયાદ નોંધી લીધી હોવાની ચર્ચા ઉઠી છે.
હળવદ તાલુકાના માથક અને રાતાભેર ગામ વચ્ચે આવેલ નાગેશ્વર પંટ્રોલ પંપમાં એક મોટરસાયકલ ઉપર બે અજાણ્યા શખ્સોએ ધસી આવીને પેટ્રોલ પંપના કર્મચારી પ્રદીપભાઈ દિલીપભાઈ સારલાને પકડી રાખી ૩૮ હજાર રોકડા અને ૧ મોબાઇલ કિંમત રૂ. ૨૦૦૦ મળી કુલ રૂ. ૪૦ હજારની લૂંટ ચલાવવામાં આવી હતી. લૂંટને અંજામ આપ્યા બાદ બન્ને શખ્સો નાસી છૂટયા હતા.
આ બનાવને ચાર દિવસ બાદ આજે પોલીસે ફરિયાદ નોંધી છે. જો કે ચાર દિવસના વિલંબ બાદ આજે તાત્કાલિક ફરિયાદ નોંધાતા આરોપી હાથ વેતમાં હોવાનું ચર્ચાય રહ્યું છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide