હળવદ : સરંભડા ગામના યુવાઓ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો

0
100
/
૩૨ બોટલ રક્ત એકત્રીત કરાયું, સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલમાં મોકલાયું

હળવદ : ગઈકાલે હળવદ તાલુકાના સરંભડા ગામ સમસ્ત યુવા ગ્રુપ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં ૩૨ બોટલ રક્ત એકત્રીત કરાયું હતું. જેને સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યું છે.

હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે બ્લડ બેન્કમાં બ્લડ બોટલની તીવ્ર અછત જોવા મળી રહી છે. તેવા સમયે ગર્ભવતી મહિલાઓને પ્રસુતિ સમયે અને ગંભીર અકસ્માત થયેલ દર્દીઓને તેમજ થેલેસેમિયાના દર્દીને લોહીની જરૂરીયાત ઉભી થતી હોય છે. ત્યારે લોહીની જરૂરીયાત હોય તેવા દર્દીઓને સમયસર લોહી મળી જાય તો તેઓની જિંદગી બચી જતી હોય છે. જેથી, આવી મહામારી વચ્ચે પણ તમામ તકેદારી રાખીને સરંભડા ગામે શ્રી સરંભડા ગામ સમસ્ત યુવા ગ્રુપ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં ૩૨ બોટલો રક્તની એકત્રિત કરવામાં આવી હતી. જેને સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલમાં મોકલી આપવામાં આવી છે.

આ રકતદાન કેમ્પ સરંભડા ગામે આવેલ ભરવાડ સમાજની વાડી ખાતે યોજાયો હતો. જેનું ગામના વડીલ ભીમાભાઇ દોરાલાએ દિપ પ્રાગટ્ય કરી કેમ્પને ખુલ્લો મુક્યો હતો. આ કેમ્પમાં સરંભડા સહીત આજૂબાજૂના ગામના યુવાનો પણ હાજર રહ્યા હતા. સાથે જ ચરાડવા ગામના બજરંગ દળના યુવાનો દ્વારા ઊકાળાનુ પણ વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદ ગુજરાત પ્રદેશ અગ્રણી ભાવેશભાઈ ઠક્કર, હળવદ શહેર ભાજપ યુવા પ્રમુખ તપનભાઈ દવે ખાસ હાજર રહ્યા હતા. આ બ્લડ ડોનેશન કેમ્પને સફળ બનાવવા સરંભડા ગામના ભરવાડ સમાજના યુવાનોએ ભારે જહેમત ઊઠાવી હતી.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/