હળવદમાં તસ્કરોએ ત્રણ મકાનને નિશાન બનાવ્યા

0
35
/
ત્રણમાંથી બે મકાનોમાંથી રોકડ રકમ અને સોના ચાંદીના દાગીનાનો હાથફેરો : એક મકાનમાં ચોરીનો પ્રયાસ નિષ્ફળ

હળવદ : હળવદમાં ગતરાત્રે તસ્કરોએ તરખાટ મચાવ્યો હતો. જેમાં તસ્કરોએ હળવદના ગિરનાર નગર અને વૈજનાથ પાર્કમાં આવેલા ત્રણ મકાનોને નિશાન બનાવ્યા હતા અને બે મકાનોમાંથી તસ્કરો રોકડ, દાગીના સહિત લાખોની માલમતા ઉસેડી ગયા હતા. જોકે અન્ય એક મકાનમાં તસ્કરોને મકાન માલિકે પડકારતા આ મકાનમાં ચોરી થતી અટકી હતી. આ બનાવ અંગે હળવદ પોલીસે રાબેતા મુજબની તપાસ હાથ ધરી છે.

આ ચોરીના બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર હળવદના ગિરનાર નગર અને વૈજનાથ પાર્કમાં વિસ્તારમાં ગતરાત્રે તસ્કરો ત્રાટકયા હતા અને તસ્કરોના બે મકાનમાંથી રોકડ રકમ, સોના ચાંદીના દાગીના સહિત લાખોની માલમતાની ચોરી કરી ગયા હતા. આ બનાવ અંગે વધુમાં જાણવા મળતી વિગતો અનુસાર હળવદના ગિરનાર નગરમાં રહેતા જોરુભા એક અઠવાડિયાથી હળવદના તેમના વતન સુસવાવ ગામે ગયા હતા. ત્યારે હળવદના ગિરનારનગરમાં આવેલ તેમના બંધ મકાનના ગતમોડી રાત્રે તસ્કરોએ તાળા તોડી રૂ. 10 હજાર રોકડ તથા પાંચ ચાંદીના સિક્કાની ચોરી ગયા હતા.

આ ઉપરાંત, હળવદના વૈજનાથ પાર્કમાં રહેતા બીપીન નારાયણભાઈ પરમારે જણાવ્યું હતું કે જયરાજ સોસાયટીમાં આવેલ મકાનમાં પણ ગતરાત્રે તસ્કરો ત્રાટકયા હતા. આ મકાનમાંથી તસ્કરો રૂ. 72 હજાર રોકડા અને અંદાજે રૂ. 7 લાખની કિંમતના સોના ચાંદીના દાગીનાની ચોરી કરી ગયા હતા. આ મકાન મલિક અને તેમનો પરિવાર ગતરાત્રે મકાનની અગાશી ઉપર સૂતો હતો. ત્યારે તસ્કરો તેમના મકાનના નીચેના મેઈન દરવાજાનું તાળું તોડીને ચોરી કરી ગયા હતા. જોકે હળવદના ગિરનારનગરમાં આવેલ અન્ય મકાનમાં તસ્કરો ત્રાટકયા હતા. પણ અવાજ થતા મકાન મલિક જાગી ગયા હતા. આથી, તસ્કરો નાસી છૂટ્યા હતા. મકાન માલિકની સતર્કતાથી એક મકાનમાં ચોરી થતા બચી હતી. આ બનાવની જાણ થતાં હળવદ પોલીસે ઘટનાસ્થળે દોડી જઈને તપાસ હાથ ધરી હતી.

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/