હળવદ : શીરોઈ નજીક બ્રાહ્મણી-2 ડેમમાં માનસરનો યુવક પાણીમાં ગરકાવ

0
41
/
માનસર ગામેથી મિત્રો સાથે ડેમમાં ગયા હતા ન્હાવા : સ્થાનિક તરવૈયાઓની મદદથી યુવાનની શોધખોળ હાથ ધરવામાં આવી

હળવદ : હળવદ તાલુકાના શીરોઈ ગામ નજીક બ્રાહ્મણી-૨ ડેમમાં ન્હાવા ગયેલ એક ૨૨ વર્ષીય યુવાન ડૂબી ગયો હોવાનું સામે આવ્યું છે. જેને કારણે સ્થાનિક તરવૈયાઓ દ્વારા ડેમના પાણીમાં યુવાનની શોધખોળ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

બનાવની જાણવા મળતી વિગતો મુજબ આજે તાલુકાના માનસર ગામેથી કેટલાક મિત્રો શીરોઈ નજીક આવેલ બ્રાહ્મણી-૨ ડેમમાં નાહવા માટે ગયા હતા. જેમાંના એક મેહુલભાઈ હકાભાઇ ડાભી (ઉંમર વર્ષ ૨૨) ડેમના પાણીમાં ગરકાવ થઇ જતા પાણીમાં ડૂબી ગયો હોવાનું સાથી મિત્રોને ધ્યાને આવતા તેઓ દ્વારા બૂમાબૂમ કરવામાં આવી હતી. જેને કારણે આજુબાજુના ખેડૂતો ડેમ કાંઠે દોડી આવ્યા હતા અને હાલ સ્થાનિક તરવૈયાઓની મદદથી ડેમના ઉંડા પાણીમાં આ યુવાનની શોધખોળ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મલેલ છે.

વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://https://www.youtube.com/@thepressofindia 

વધુ સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/