હળવદ : બે રહેણાંક મકાનમાં થયેલી ચોરીના બનાવની ત્રણ દિવસ પછી ફરિયાદ નોંધાઇ!

0
27
/

હળવદ : હળવદના ગિરનારનગર અને વૈજનાથ સોસાયટીમાં ત્રણ દિવસ પહેલા તસ્કરોએ ત્રાટકી ત્રણ મકાનોને નિશાન બનાવીને બે મકાનમાંથી કિંમતી માલમતાની ચોરી કરી ગયા હતા. ત્રણ દિવસ પહેલા બે મકાનોમાં ચોરી થયાના આ બનાવમાં ગઈકાલે પોલીસ ફરિયાદ નોંધાઇ હતી અને બે રહેણાંક મકાનોમાં ચોરી થયાની ફરિયાદ નોંધાતા હળવદ પોલીસે રાબેતા મુજબની તપાસ હાથ ધરી છે.

આ બનાવની હળવદ પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર અનિલ નારાયણભાઇ પરમાર (ઉ.વ.૨૪ ધંધો ખેતી રહે.વૈજનાથ પાર્ક હળવદ માળીયા હાઇવે હીરો શો રૂમ પાછળ હળવદ) એ અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી કે ગઇ તા.૧૯ ના રોજ રાત્રીના સમયે અજાણ્યા શખ્સોએ હળવદના વૈજનાથ પાર્ક આવેલા તેમના મકાનને નિશાન બનાવ્યું હતું અને અજાણ્યા માણસો ફરીયાદીના તથા ગીરનારીનગરમાં રહેતા પ્રધૃમનસિંહ જોરૂભા ઝાલાના મકાનના મેઇન દરવાજાનો નકુચો તોડી મકાનમાં પ્રવેશ કરી રૂમમાં રાખેલ તીજોરીમાંથી સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમ મળી કુલ અંદાજે રૂ.૧,૯૬,૫૦૦ ની કિંમતની માલમતાની ચોરી કરી ગયા હતા. હળવદ પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/