હળવદના મહાવીરનગર (નવા માથક) ગામે વીજળી પડી

0
130
/
/
/
મંદિરના શિખર પર વીજળી પડતાં શિખર તૂટતાં ઈંડું નીચે પડ્યું : સદ્નસીબે જાનહાનિ ટળી

હળવદ : હળવદના અમુક ગ્રામ્ય વિસ્તારમાં ગઈકાલે મોડી સાંજના જોરદાર વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદી માહોલ છવાયો હતો. દરમિયાન તાલુકાના મહાવીર નગર (નવા માથક) ગામે આવેલ શંકર ભગવાનના મંદિર પર વીજળી ત્રાટકતા મંદિરના શિખરમાં તડા પડી ગયા છે. જયારે મંદિરનું ઈંડું તૂટી પડયું છે. તેમજ અન્ય કોઈ નુકસાન ન થયું હોવાનું ગ્રામજનોએ જણાવ્યું છે.

હળવદ તાલુકાના કડીયાણા, માથક, સુખપર, ભલગામડા સહિતના અમુક ગ્રામ્ય વિસ્તારોમાં ગઈકાલે મોડી સાંજના જોરદાર વીજળીના કડાકા-ભડાકા ખાતે વરસાદી માહોલ છવાયો હતો. ત્યારે હળવદ તાલુકાના મહાવીર નગર (નવા માથક) ગામે આવેલ શંકર ભગવાનના મંદિર પર વીજળી ત્રાટકી હતી. આ વીજળી પડવાને કારણે મંદિરના શિખરના ભાગમાં તડા પડી ગયા હતા. જ્યારે મંદિરનું ઈંડું તૂટી પડયું હોવાનું જાણવા મળ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસોથી અસહ્ય ઉકળાટ બાદ હળવદના અમુક ગ્રામ્ય વિસ્તારમાં ગત મોડી સાંજે વરસાદ પડ્યો હતો. જ્યારે હળવદ શહેર અને ઘણા બધા ગ્રામ્ય વિસ્તારમાં માત્ર છાંટા જ પડયા હોવાનું જાણવા મળેલ છે.

મોરબીના વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

મોરબીના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

મોરબીના સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/
Banner