હળવદ: સાપકડા ગામના LRD જવાને પોતાની જાતને ગોળી ધરબી આત્મહત્યા કરી લીધી

0
251
/

ગત મોડી રાત્રે બનેલ બનાવ: જિલ્લા પોલીસ વડા સહિતના હળવદ દોડી આવ્યા

હળવદ: હળવદ તાલુકાના સાપકડા ગામે ગત મોડીરાત્રીના LRD જવાને રિવોલ્વર થી આત્મહત્યા કરી લીધી હોવાનો બનાવ સામે આવ્યો છે આ બનાવને પગલે મોરબી જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓ હળવદ દોડી આવ્યા હતા હાલ મૃતકની લાશને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખસેડવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે તેમજ હજુ સુધી આત્મહત્યા કરવા પાછળનું કારણ સામે આવ્યું નથી

બનાવની જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના સાપકડા ગામે રહેતા LRD જવાન અનિલભાઈ દાનાભાઈ ડાભી ઉંમર વર્ષ 28 કે જેઓ મોરબી હેડકવાર્ટરમાં ફરજ બજાવતા હતા જેવો ગતરાત્રીના પોણા અગીયાર વાગ્યાની આસપાસ ચૂંટણી ફરજ દરમિયાન આપેલ રિવોલ્વર વડે આત્મહત્યા કરી લીધી હોવાનું સામે આવ્યું છે.

બનાવને પગલે મૃતકની લાશને પી.એમ.માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લઈ આવવામાં આવી હતીજ્યાં મોરબી જિલ્લા પોલીસ વડા સહિતના પોલીસ અધિકારીઓ દોડી આવ્યા હતા જોકે મૃતકની લાશને હળવદ થી રાજકોટ ફોરેન્સિક લેબ માટે ખસેડવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે તેમજ LRD જવાને કયા કારણોસર આત્મહત્યા કરી.? તે હજુ સુધી સામે આવ્યું નથી. આ બનાવની હળવદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/