કોરોનાના વધતા કેસને લઈ હળવદ વેપારી મહામહામંડળ દ્વારા લેવાયો નિર્ણય
હળવદ : હળવદમાં પાછલા થોડા દિવસોમાં જ કોરોના એ માથું ઉચક્યું હોય તેમ 14 જેટલા કેસ નોંધાઈ ચુક્યા છે. ત્યારે આ કોરોનાનું સંક્રમણ અટકે તે માટે થઈ હળવદ વેપારી મહામંડળ દ્વારા એક ઓનલાઇન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો છે કે સોમવારથી હળવદની બજાર અડધો દિવસ જ ખોલવામાં આવશે.
વેપારી મહામંડળના પ્રમુખ વિનુભાઇ પટેલએ જણાવ્યું હતું કે વેપારી મહામંડળની ઓનલાઇન મળેલ બેઠકમાં સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યું છે કે હળવદ શહેર અને તાલુકામાં કોરોનાનું સંક્રમણ અટકે તે માટે થઈ દરેક વેપારીઓએ પોતાની દુકાને આવતાં ગ્રાહકોને માસ્ક ફરજિયાત બાધવાની ફરજ પાડવી, સોશિયલ ડિસ્ટન્સ જાળવવું તેમ સહિતની સૂચનાઓ આપવામાં આવી હતી. અને નિર્ણય લેવામાં આવ્યો છે કે તા. 20/7/2020 થી 31/7/2020 સુધી હળવદ શહેરના તમામ વેપારીઓ પોતાની દુકાનો સવારે 8 થી બપોરના 2 વાગ્યા સુધી ખુલ્લી રાખશે તેમ જણાવેલ હતું.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide