મોરબીમાં કોરોનાનો વધુ એક કેસ, આજના કેસનો આંકડો 3 : કુલ કેસ 27

0
344
/
75 વર્ષના વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય તંત્ર થયું દોડતું

મોરબી : મોરબીમાં આજે બે પોઝિટિવ કેસ નોંધાયા બાદ ફરી ત્રીજો કેસ સામે આવ્યો છે. જેમાં કબીર ટેકરી વિસ્તારના 75 વર્ષના વૃદ્ધ કોરોનાથી સંક્રમિત થયા હોવાનું જાણવા મળ્યું છે. આ ત્રીજો કેસ જાહેર થતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે અને પ્રાથમિક તપાસ હાથ ધરી છે.

મોરબી શહેરમાં ધીરે ધીરે કોરોના સંકર્મીતોની સંખ્યા વધી રહી હોય એમ આજે બે કોરોનાનો કેસ નોંધાયા હતા.જેમાં મોરબીના રંગપર બેલા રોડ પર જનરલ પ્રેક્ટિસ કરતા 25 વર્ષના યુવાન તબીબ અને એક 38 વર્ષના યુવકનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. ત્યારબાદ અત્યારે વધુ એક કોરોનાનો પોઝિટિવ કેસ સામે આવ્યો છે. આ કેસ કબીર ટેકરી વિસ્તારનો છે. આ વિસ્તારમાં રહેતા 75 વર્ષના વૃદ્ધ હાજી યાકુબ બુધિયાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

આ વૃદ્ધના સેમ્પલ રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતેથી લેવામાં આવ્યા હતા. તેઓનો રિપોર્ટ આજે સાંજના અરસામાં પોઝિટિવ જાહેર થતા ત્યાંથી મોરબી જિલ્લા આરોગ્ય તંત્રને જાણ કરવામાં આવી છે. જેથી અહીં આરોગ્ય તંત્રએ વૃદ્ધ કોના કોના સંપર્કમાં આવ્યા તે સહિતની તપાસ હાથ ધરવામાં આવી છે.

બીજી તરફ મળતી માહિતી પ્રમાણે વૃદ્ધની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી માલૂમ પડેલ નથી. હાલ તેઓ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે આઇસોલેટ છે. તેઓને અન્ય માનસિક બીમારીની દવા પણ ચાલુ હોવાનું માલૂમ પડેલ છે. તેઓ નિવૃત પોસ્ટ કર્મચારી છે. તેઓના પરિવારમાં તેઓની પત્ની અને દીકરી છે.ઉલ્લેખનીય છે કે પોઝિટિવ કેસથી મોરબી શહેરમાં આજના કેસની સંખ્યા 3 થઈ છે. જ્યારે જિલ્લામાં કુલ કેસની સંખ્યા 27એ પહોંચેલ છે.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/