મોરબીમાંવરસાદને પગલે રોડ રસ્તાની સાથે તંત્રની આબરૂનું પણ ધોવાણ

0
367
/

ત્રણ દિવસથી પડી રહેલા વરસાદ ના પગલે મોરબી શહેર અને ગામડાના મોટા ભાગના રોડ રસ્તા ધોવાઈ ગયા : રોડ પર ખાડા પડતા પરિવહનમાં મોટી મુશ્કેલી

મોરબી : મોરબીમાં પ્રથમ સારા વરસાદથી રોડ રસ્તાનું ધોવાણ થવાની સાથે તંત્રની આબરુનું પણ ધોવાણ થયું છે.ત્રણ દિવસથી પડી રહેલા એકધારા વરસાદથી મોરબી શહેર અને ગામડાઓના મોટાભાગના રોડ રસ્તાઓ ધોવાઈ ગયા છે.રોડ પર ખાડાઓ પડવાથી વાહન પરિવહન મોટી અસર પડી રહી છે.તેથી ટ્રાફિક જામની સાથે અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે.મોરબીમાં છેલ્લા ત્રણ દિવસથી મેઘરાજા હેત વરસાવી રહ્યા છે.પણ તંત્રની પ્રિમોન્સૂન કામગીરી ધાંધિયા થી મેઘમહેરની ખુશી ગમમાં ફેરવાઈ ગઈ છે. પ્રથમ વરસાદમાં જ તંત્રના પાપે માર્ગોનું ધોવાણ થઈ ગયું છે.છેલ્લા ત્રણ દિવસથી પડી રહેલા વરસાદથી મોરબી શહેર અને ગ્રામ્ય વિસ્તારોના મોટાભાગના રોડ રસ્તા ખરાબ થઈ જવાથી તંત્રની પ્રિમોન્સૂન કામગીરીના ધજજીયા ઉડી ગયા છે અને માર્ગોની સ્થિતિ એકદમ બદતર થઈ ગઈ છે.જેમાં મોરબીના રવાપર રોડ,શનાળા રોડ,નટરાજ ફાટક, સહિતના મોટાભાગના વિસ્તારોના માર્ગોમાં એકધારા વરસાદથી ઠેરઠેર ખાડાઓ પડી ગયા છે.રોડ પણ મસમોટા ગાબડા પડી જવાથી વાહનનું પરિવહન ન થઈ શકે તેવી કપરી હાલત થઈ ગઈ છે અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ મોટાભાગના માર્ગોનું ધોવાણ થઈ ગયું છે.જેથી વાહનોને અવરજવરમાં મોટી સમસ્યા સર્જાય છે અને ટ્રાફિક જામ થાય છે.જ્યારે રોડ પર પડેલા ખાડામાં વરસાદી પાણી ભરાવવાથી વાહન ચાલકોને ન દેખાતા અકસ્માત થવાની સંભાવના વધી જાય છે.એકંદરે પ્રથમ સારા વરસાદમાં માર્ગોની સ્થિતિ એકદમ ખરાબ થઈ જતા તંત્રની પોલ આખે ઉડીને વળગી છે.માર્ગોની ખરાબ દશા થઈ જવાથી વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી પડતી હોવાથી વરસાદના વિરામ બાદ તંત્ર ખરાબ રોડની યોગ્ય મરામત કરે તેવી લોકોએ માંગ ઉઠાવી છે.

મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ 

ફેસબુક પેજ:-

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

 યુ ટ્યુબ ચેનલ :-

https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 

 ટ્વિટર:-

 https://twitter.com/thepressofindia

 ઇન્સ્ટાગ્રામ:-

https://www.instagram.com/thepressofindia/?hl=en 

 વ્હોટ્સએપ ગૃપ :-

https://chat.whatsapp.com/CwFZdFjA8tXLL3g47zE48j

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/