મોરબીમાં પૂર્ણકાલીન ચીફ ઓફિસર મુકવા ધારાસભ્યની પુનઃ રજુઆત

0
125
/

મોરબી : રાજ્યની જૂનાગઢ અને ગાંધીનગર મહાનગરપાલિકાની કક્ષા ધરાવતા મોરબી શહેરમાં હાલ સૌરાષ્ટ્રની મોટામાં મોટી એ ગ્રેડની નગરપાલિકા અસ્તિત્વ ધરાવે છે. આ સ્થિતિમાં મોરબી નગરપાલિકામાં પૂર્ણકાલીન ચીફ ઓફિસરની તાકીદેની જરૂરિયાત વર્તાય છે. સાથો સાથ પાયાભૂત પ્રાથમિક સુવિધાઓની સમસ્યાના ત્વરિત નિવારણ હેતુ નાયબ કલેકટર કક્ષાના વર્ગ-1ના ખાસ ફરજ પરના અધિકારી મુકવાની માંગ ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ મુખ્યમંત્રીને કરી છે. ઉલ્લેખનીય છે કે ધારાસભ્ય મેરજા આ અગાઉ પણ આ માંગ કરી ચુક્યા છે ત્યારે તેનો કોઈ યોગ્ય પ્રતિભાવ ન મળતા મેરજાએ ફરી એકવાર રાજ્ય સરકારને આ અંગે જાણ કરી છે.

મોરબી શહેરનો ચોમેરથી વિકાસ થઈ રહ્યો છે ત્યારે પાલિકામાં પૂર્ણકાલીન ચીફ ઓફિસરની નિમણુંક કરવા ધારાસભ્યએ રજુઆત કરતા જણાવ્યું હતું કે મોરબી એ સૌરાષ્ટ્રનું અગ્રીમ હરોળનું શહેર છે. વિવિધ ઉધોગો કરોડો રૂપિયાના ટેક્સની આવક સરકારને કરાવી આપે છે. ત્યારે બિસ્માર રોડ-રસ્તા, ભૂગર્ભ ગટરો જામ થઈ જવાની તેમજ સ્વચ્છતાના વિકરાળ પ્રશ્નોનો મોરબીવાસીઓએ દરરોજ સામનો કરવો પડી રહ્યો છે જે અત્યંત ખેદજનક બાબત છે.

હાલમાં જ મોરબી જિલ્લા સહિત શહેરમાં અતિવૃષ્ટિને લઈને માર્ગોનું વ્યાપક પ્રમાણમાં ધોવાણ થયું છે. ઠેર ઠેર ભૂગર્ભ ગટરો ઉભરાઈ રહી છે, શહેરમાં દરેક વિસ્તારમાં સ્વચ્છતાનો સદંતર અભાવ જોવા મળી રહ્યો છે ત્યારે પૂર્ણસમયના ચીફ ઓફિસરની ખોટ મોરબીને વર્તાઈ રહી છે. તદુપરાંત નાયબ કલેકટર કક્ષાના કલાસ વન ઓફિસરની એક વર્ષ માટે નિમણુંક કરવામાં આવે તો હાલના ટાંચા સાધનો વચ્ચે મોરબી પાલિકા કે જે એમની જવાબદારી સંતોષકારક રીતે નિભાવી શકતી નથી એથી પ્રજાજનોને પડતી હાલાકી દૂર થાય તો આ બન્ને બાબતે સત્વરે યોગ્ય નિર્ણય લઈ કાર્યવાહી કરવા ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ નગરપાલિકા કમિશનર, અગ્રસચિવ તેમજ મુખ્યમંત્રીને પુનઃ રજૂઆતના અંતે જણાવ્યું હતું.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/