હળવદમાં તહેવારને ધ્યાને લઇ મામલતદારે કંદોઈ વેપારીઓ સાથે બેઠક યોજી ભાવબાંધણું કર્યું

22
134
/

વિવિધ મીઠાઈ તેમજ ફરસાણ મા રૂ.૨૦ નો ઘટાડો કરવામાં આવ્યો

હળવદ : હાલ ચાલી રહેલ શ્રાવણ માસ દરમિયાન આવતા વિવિધ તહેવારો ને ધ્યાને લઇ હળવદ મામલતદાર કચેરી ખાતે આજરોજ શહેરના કંદોઈ વેપારીઓ સાથે એક બેઠક યોજવામાં આવી હતી જેમાં મામલતદાર દ્વારા જાણ્યું હતું કે હાલ વિવિધ મીઠાઈઓ અને ફરસાણ ના શું ભાવ ચાલી રહ્યા છે જેથી ફરસાણ અને મીઠાઈ મા કિલો એ રૂ.૨૦ નો ઘટાડો કરી તહેવાર દરમિયાન મધ્યમ વર્ગના લોકોને પોસાય તેવુ ભાવ બંધણુ નક્કી કરવામાં આવ્યું હતું જેમાં સર્વે વેપારી એગ્રી થયા હતા

આગામી થોડા દિવસોમાં આવતા સાતમ-આઠમના તહેવારને ધ્યાને રાખી હળવદ મામલતદાર કચેરી ખાતે મામલતદાર વી.એમ સોલંકીના અધ્યક્ષ સ્થાને શહેરના કંદોઈ વેપારી યોની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શહેરના કંદોઈ વેપારી ઓ હાજર રહ્યા હતા જેમાં મામલતદાર સોલંકી દ્વારા જાણ્યું હતું કે હાલ ફરસાણ અને મીઠાઈ નો બજારભાવ શું ચાલી રહ્યો છે જ્યારે સામા પક્ષે કંદોઈ વેપારીઓ તરફથી પણ કહેવામાં આવ્યું હતું કે હાલ બેસન,ખાંડ તેમજ કોમર્શિયલ ગેસ વગેરેના ભાવ આસમાને છે જેથી મામલતદાર દ્વારા કંદોઈ વેપારીઓને સમજૂતી કરી વ્યાજબી ભાવ ક્યાં સુધી પોસાય છે તે અંગે વિસ્તૃત ચર્ચા કર્યા બાદ મધ્યમ વર્ગના લોકોને પણ પોસાય તેમ ફરસાણમાં અને વિવિધ મીઠાઈમાં કિલોએ રૂપિયા ૨૦ ઘટાડો કર્યો હતો

મામલતદાર વી.કે સોલંકીના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં હળવદ કંદોઈ વેપારી એસોસિયેશનના પ્રમુખ કરસન ભાઈ પ્રજાપતિ,હર્ષદરાય ,અજીત કુમાર સહિતના વેપારી હાજર રહ્યા હતા

  એક કિલો ફરસાણ તથા મીઠાઈ નું નવુ બહાર પડાયેલ ભાવ પત્રક   

જલેબી-૧૦૦,ચોરાફળી-૨૦૦,સાટા-૧૨૦,સાટામોટા-૨૦૦,મીક્સ મીઠાઈ-૨૨૦,ગુંદી-૧૨૦,મોહનથાળ-૧૨૦,માવાની મીઠાઈ-૩૦૦,ચવાણુ-૧૫૦,ગાંઠિયા-૧૫૦,વણેલા-ગાઠીયા-૨૦૦,ફફસાણ-૧૬૦,મોતૈયા લાડવા-૧૨૦

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/

22 COMMENTS

Comments are closed.