મોરબીના માધાપર વિસ્તારમાં પાણીનો નિકાલ ના થતા હાલાકી

0
62
/

મોરબી શહેરના માધાપર વિસ્તારની અંદર છેલ્લા ચાર દિવસથી વરસાદી પાણી ભરાયા છે અને છેલ્લા એક મહિનાથી ગટરના પાણી સમગ્ર વિસ્તારમાં ભરાયેલા છે તેમ છતાં પણ પાલિકા તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવતી નથી જેથી કરીને સ્થાનિક રહેવાસી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે માટે આજરોજ સ્થાનિક આગેવાનો દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવીને આગામી દિવસોમાં જો આ પાણીનો પ્રશ્ન કાયમી ધોરણે નહીં કરવામાં આવે તો ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે

મોરબી શહેરમાં ગત સપ્તાહના દિવસ દરમિયાન ભારે વરસાદ પડ્યો હતો ત્યારે મોટાભાગના વિસ્તારો બેટમાં ફેરવાઇ ગયા હતા જોકે મોરબી શહેરનો માધાપરા વિસ્તાર વરસાદ હોય કે ન હોય તો પણ બેટ સમીન જ હોય છે અને આ વિસ્તારના મુખ્ય માર્ગ પર ગટરના પાણી ભરાયેલા હોય છે જેથી કરીને સ્થાનિક રહેવાસીઓને પોતાના ઘરની બહાર નીકળવામાં પણ મુશ્કેલી પડતી હોય છે જેથી કરીને સ્થાનિક રહેવાસીઓ દ્વારા આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે અત્યાર સુધીમાં એક નહીં પરંતુ એક વખત મોરબી નગરપાલિકામાં રજૂઆત કરવામાં આવેલ છે જો કે, પાલિકાના જવાબદાર અધિકારી કે પદાધિકારીઓ દ્વારા આ વિસ્તારના લોકોની સમસ્યાનો અંત આવે તેના માટે થઇને કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નથી જેથી હાલમાં માધાપર વિસ્તારમાં રહેતા લોકોને આ વિસ્તાર નર્ક સમાન લાગી રહ્યો છે

મોરબી શહેરમાં છેલ્લા ચાર દિવસથી વરસાદે વિરામ લીધો છે અને મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાયા હતા ત્યાંથી પાણીનો નિકાલ થઈ ગયો છે જોકે માધાપર વિસ્તારની અંદર આજની તારીખે પણ એક ફૂટ જેટલું પાણી કેટલાક વિસ્તારોની અંદર રોડ રસ્તા ઉપર અને લોકોના ઘરની અંદર જોવા મળી રહ્યું છે જેથી આ વિસ્તારના લોકોએ વરસાદી પાણીનો નિકાલ તેમજ ગટરના પાણીનો નિકાલ કરવા માટે પાલિકાના અધિકારીઓ તેમજ પદાધિકારીઓને વધુ એક વખત રજૂઆત કરી હતી તેમ છતાં પાલિકાના જવાબદાર અધિકારી કે પદાધિકારીએ લોકોની સમસ્યા ઉકેલવા માટે કામ કર્યુ નથી જેથી માધાપર વિસ્તારના આગેવાનો ધર્મેન્દ્રભાઈ કંઝારીયાની આગેવાનીમાં આ વિસ્તારના કેટલાક લોકો દ્વારા આજરોજ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને માધાપર વિસ્તારમાં ભરાયેલા વરસાદી પાણીનો નિકાલ કરવા માટે થઈને માંગ કરવામાં આવી છે અને કાયમી ધોરણે રોડ રસ્તા ઉપર જે ગટરના પાણી ભરાઈ જાય છે તેનો પણ યોગ્ય રીતે નિકાલ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે જો હવે તંત્ર દ્વારા અસરકારક કામગીરી નહીં કરવામાં આવે તો તંત્રની સામે આંદોલનનું રણશીંગુ ફૂંકવામાં આવશે તેવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવે છે

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/