સિંધાવદરમાં પોઝિટિવ દર્દીના એક જ મકાનને કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરાતા લોકોમાં રાહત

0
40
/
સંક્રમિત મહિલાના મકાનને કન્ટેન્ટમેન્ટ અને બાકીના 40 મકાનોને બફર ઝોનમાં સમાવેશ કરાયા

વાંકાનેર : રવિવારે વાંકાનેરના સિંધાવદર ગામના એક મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા નાના એવા ગામમાં સોંપો પડી ગયો હતો. મહિલા કોરોના સંક્રમિત હોવાનું જાહેર થતા આરોગ્ય વિભાગની ટિમ તેમજ અન્ય વહીવટી તંત્ર સિંધાવદર ખાતે દોડી ગયું હતું, જ્યાં સઘન તપાસ દરમ્યાન માત્ર એક ઘરને જ કંટેઇન્ટમેન્ટ ઝોનની અંદર સમાવેશ કરવામાં આવતા ગ્રામીણોએ હાશકારો અનુભવ્યો છે.

સંક્રમિત મહિલા રહે છે એ કાસમપરા વિસ્તારને સેનિટાઇઝ કરવામાં આવ્યો હતો. આ વિસ્તારમાં આવેલા 40 જેટલા મકાનોને હાલ બફર ઝોન જાહેર કરાયા છે. ઉલ્લેખનીય છે કે વાંકાનેરના આરોગ્યનગરમાં રહેતા અને મેડિકલ પ્રેક્ટિસ કરતા એક સ્થાનીય વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓના સંપર્કમાં આવેલા 45થી વધુ લોકોને શોધીને આરોગ્ય વિભાગ તમામ પર દેખરેખ રાખી રહ્યો છે. જે મહિલા કોરોના સંક્રમિત થયા છે તેઓના પરિવારના ચાર સભ્યોના પણ આગામી દિવસોમાં સેમ્પલ લેવામાં આવશે તેવું આરોગ્ય વિભાગ તરફથી જાણવા મળ્યું છે.

વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

વધુ સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/