વાંકાનેરના ચન્દ્રપુરમાં 50 બોટલ દારૂ સાથે એક શખ્સ ઝડપાયો

0
61
/

પોલીસે સ્થળ ઉપરથી કુલ રકમ. ૧૮,૭૫૦ નો મુદામાલ કબ્જે કર્યો

વાંકાનેર : હાલ વાંકાનેરના ચંદ્રપુરમાં આવેલ ગુલશનપાર્ક સોસાયટીના મકાનમાં પોલીસે ગઈકાલે બાતમીના આધારે દોરડો પાડીને ઈંગ્લીશ દારૂની ૫૦ બોટલ્સ સાથે એક આરોપીને ઝડપી લીધો હતો. તેમજ પોલીસે સ્થળ ઉપરથી કુલ રૂ.૧૮૭૫૦ નો મુદામાલ કબ્જે કર્યો હતો. આ દારૂ પ્રકરણમાં બુટલેગરનું નામ ખુલતા પોલીસે તેની સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવની વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેર પોલીસે ગઈકાલે બાતમીના આધારે આરોપી ઈમરાનભાઈ ઈબ્રાહીમભાઈ પઠાણ (ઉવ-૩૭, રહે. ચંદ્રપુર ગુલશનપાર્ક સોસાયટી) ના મકાનમાં દોરડો પાડયો હતો. પોલીસે આ રહેણાંક મકાનની નવેરીમાં રાખેલ અંગ્રેજી દારૂની મેકડોવેલ નંબર-૧ સુપરીયર વ્હીસ્કી ઓરીજીનલની ૭૫૦ મીલીની કાચની કંપની શીલ પેક બોટલો નંગ-૫૦ જેની કુલ કિ.રૂ.૧૮૭૫૦ નો મુદામાલ કબ્જે કર્યો હતો. તેમજ આરોપી ઈમરાનભાઈ ઈબ્રાહીમભાઈ પઠાણને ઝડપી લીધો હતો. આ આરોપીએ ઈંગ્લીશ દારૂની બોટલ મુળરાજસિંહ ઉર્ફે મોન્ટુ રાણા (રહે. વણા, તા. લખતર, જી. સુરેન્દ્રનગર) પાસેથી વેચાણ અર્થે મેળવી હોવાનું ખુલતા પોલીસે આ આરોપીને પણ ઝડપી લેવા તપાસ પણ હાથ ધરી છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/