વાંકાનેરમાં પાણી પ્રશ્ને વોટર સપ્લાયરને માર મરાયો

0
62
/

ચાર શખ્સો સામે માર મર્યાની વાંકાનેર તાલુકા પોલીસ મથકે પોલીસ ફરિયાદ નોંધાઈ

વાંકાનેર : હાલ વાંકાનેર પાણી પ્રશ્ને વોટર સપ્લાયરને ચાર શખ્સોએ માર મર્યાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે ચાર શખ્સો સામે માર મારી ધમકી આપ્યાની વાંકાનેર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી જયદિપભાઇ શામજીભાઇ માંડાણી (ઉ.વ. ૩૦, રહે. ગામ ઠીકરીયાળી, તા. વાંકાનેર) એ આરોપીઓ રાહુલભાઇ રાજુભાઇ માંડાણી, મનીષભાઇ રાજુભાઇ માંડાણી, હિતેષભાઇ રાજુભાઇ માંડાણી, રાજુભાઇ રાજુભાઇ માંડાણી (રહે. બધા ઠીકરીયાળા, તા. વાંકાનેર) સામે ફરિયાદ નોંધાવી હતી કે, તા.૬ ના રોજ ટોલનાકા વાંકાનેર બાંઉન્ટ્રી પાસે ફરીયાદી વોટર સપ્લાયરનું ધંધો કરતા હોય જે કામે આરોપીઓ પાણી સોપતા ન હોય જેનો ખાર રાખી ફરીયાદી તથા સાહેદને લાકડા તથા પાઇપ ધોકા માર મારી ગાળો આપી તથા ફરીયાદીના પત્ન ને ધરે જઇ ગાળો આપી હતી. પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી પણ હાથ ધરી છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/