હળવદના કોયબા ગામે બે જૂથ સામસામે આવી જતા પાંચ ઈજાગ્રસ્ત

0
155
/

ઇજાગ્રસ્તોને હળવદ સારવાર અપાઇ : ૧૧ વિરુદ્ધ નોંધાયો ગુનો

હળવદ : હળવદ તાલુકાના કોયબા ગામે ગતરાત્રિના બે જૂથ વચ્ચે અગાઉના મનદુઃખ બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જેના કારણે બંને જૂથના લોકો સામસામે આવી ગયા હતા જેમાં પાંચને ઇજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. ઇજાગ્રસ્તોને હળવદ સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અપાઇ હતી તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે ગામમાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો. આ બનાવ અંગે હળવદ પોલીસ મથકે ૧૧ શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઇ છે

બનાવની જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના કોયબા ગામે ગતરાત્રિના બે જૂથ વચ્ચે જૂના મનદુઃખને લઇ બોલાચાલી થઈ હતી. આ બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતાં બંને જૂથના લોકો સામસામે આવી ગયા હતા. જેમાં પાંચ લોકોને ઇજા પહોંચી પહોચતા તેઓને તાત્કાલિક સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયા હતા. જ્યારે બનાવને પગલે હળવદ પોલીસ ઘટનાસ્થળે દોડી જઈ અન્ય કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ગામમાં પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.

મોરબીના વધુ સમાચારો માટે The Press Of India ની નીચે આપેલ લિન્ક સાથે જોડાઓ

-:ફેસબુક પેજ:-
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
-:યુ ટ્યુબ ચેનલ :-
https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 
-:ટ્વિટર:-
 https://twitter.com/thepressofindia
-:ઇન્સ્ટાગ્રામ:-
https://www.instagram.com/thepressofindia/?hl=en 
-:વ્હોટ્સએપ ગૃપ :-
https://chat.whatsapp.com/GmiNcCIkwLI7wVeMdeDQxP

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/