હળવદમાં દિઘડીયા નજીક પાણીનો પ્રવાહ વધતા બેઠા પૂલમાં પડ્યું ૨૫ ફુટનુ ગાબડું પડતા રસ્તો બંધ

0
177
/

હળવદમાં ભારે વરસાદને કારણે હળવદથી સરાને જોડતા રોડ પર દીઘડિયા ગામ પાસે આવેલા બેઠાં પૂલમાં નદીમાં ભારે પાણીના પ્રવાહને કારણે અંદાજ ૨૫ ફુટ મસમોટું ગાબડું પડી જતા હળવદથી સરાનો સંપર્ક કપાતા લોકો અટવાઈ ગયા હતા.

હળવદ પંથકમાં બે દિવસથી વરસાદ વરસતા દીઘડિયા પાસેથી પસાર થતી નદીમાં પાણીનો પ્રવાહ વધુ તેજ બન્યો છે. જેના કારણે આજે વહેલી સવારથી જ નદી બે કાંઠે જતી હોય જેથી હળવદથી સરા જતા લોકો તેમજ સરાથી હળવદ આવતા લોકો અધવચ્ચે જ અટવાઈ ગયા હતા ત્યારે આજે બપોરે પાણીના વધુ પ્રવાહને કારણે નદી પરના પુલ પર ૨૫ ફુટનુ મસમોટુ ગાબડુ પડી ગયું છે જ્યારે આ મસમોટા પડેલા ગાબડાંના કારણે વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે આ બેઠા પુલ ની જર્જરિત હાલતમાં હોય જેને યોગ્ય મરામત કરવા અનેકવાર ગ્રામજનો દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી પરંતુ તે ધ્યાન નહીં લેતા આજે આપણે બેઠા પુલ પર ગાબડું પડી ગયું છે આ ગામડાને કારણે હળવદથી સરા તરફ જતા લોકો તેમજ સરા તરફથી હળવદ આવતા વિદ્યાર્થીઓ તેમજ લોકોને ભારે હાલાકી ભોગવવી પડશે તેમાં બેમત નથી

મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ 

ફેસબુક પેજ:-

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

 યુ ટ્યુબ ચેનલ :-

https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 

 ટ્વિટર:-

 https://twitter.com/thepressofindia

 ઇન્સ્ટાગ્રામ:-

https://www.instagram.com/thepressofindia/?hl=en 

 વ્હોટ્સએપ ગૃપ :-

https://chat.whatsapp.com/CwFZdFjA8tXLL3g47zE48j

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/