માળીયા મિયાણા ના નાના દહીંસરામાં જાહેરમાં જુગાર રમતા 6 ઝડપાયા

0
313
/
/
/

માળીયા (મી.) : માળીયા મિયાણાના નાના દહીંસરા ગામની સીમમાં રાત્રીના સમયે બેટરીના અજવાળામાં જાહેરમાં ગંજીપત્તાની હરજીતનો જુગાર રમતા 6 પત્તાપ્રેમીઓને પોલીસે ઝડપી પાડી 27100 રૂપિયાનો મુદ્દામાલ ઝપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

માળીયા (મી.) પોલીસ સ્ટે.ની હદમાં આવતા નાના દહીંસરા ગામની સીમમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે સ્થળ તપાસ કરતા 6 ઈસમો બેટરીનું અજવાળું કરી ગંજીપત્તા વડે રોકડ રકમની હાર જીતનો જુગાર રમતા મળી આવ્યા હતા. પીપળીયાના રસ્તે આવેલ શૈલેષ રેવાભાઈ ભટાસણાના ખેતરમાંથી જુગાર રમતા ઝડપાયેલા વલ્લમજી ગોવિંદભાઇ ભટાસણા ઉં.વ.60, પ્રવીણ ગણેશભાઈ ભટાસણા ઉં.વ.48, શૈલેષ રેવાભાઈ ભટાસણા ઉં.વ.36, રમેશ નાગજીભાઈ ભટાસણા ઉં.વ.41, અંબારામ વેલજીભાઈ ઘોરણીયા ઉં.વ.60 અને પ્રાગજી બેચરભાઈ ભટાસણા ઉં.વ. 62 રહે. બધા નાના દહીંસરા વાળાઓને 2 બેટરી કિંમત રૂ. 500 તથા રોકડ રૂપિયા 26600 આમ કુલ મળીને 27100ના મુદ્દામાલ સાથે ઝડપીને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ 

ફેસબુક પેજ:-

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

 યુ ટ્યુબ ચેનલ :-

https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 

 ટ્વિટર:-

 https://twitter.com/thepressofindia

 ઇન્સ્ટાગ્રામ:-

https://www.instagram.com/thepressofindia/?hl=en 

 વ્હોટ્સએપ ગૃપ :-

https://chat.whatsapp.com/CwFZdFjA8tXLL3g47zE48j

મોરબીના વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

મોરબીના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

મોરબીના સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/
Banner