માણાવદર મા વેપોરીઓ દ્વારા બંધનો નિર્ણય, પાંચ દિવસ લોકડાઉન

0
53
/

માણાવદર. રોનક પટેલ દ્વારા:  કોરોનાએ સમગ્ર દેશમાં હાહાકાર મચાવ્યો છે. ત્યારે માણાવદર શહેરના વેપારીઓની મળેલી બેઠકમાં એક મહત્ત્વનો નિર્ણય લેવાયો છે. માણાવદર મામલતદાર, પી.એસ.આઈ. અને મેડિકલ ઓફિસરની હાજરીમાં નક્કી થયા મુજબ માણાવદરમાં આગામી સોમવાર થી શુક્રવાર સુધી સંપૂર્ણ લોકડાઉન રહેશે. આ સમય દરમિયાન ફક્ત મેડિકલ સ્ટોર્સ, દૂધની ડેરીઓ, શાકભાજીની લારીઓ(શાકમાર્કેટ બંધ), અનાજ દળવાની ઘંટીઓ ખુલ્લી રહેશે.

શાકમાર્કેટ આસપાસ શાકભાજી કે ફ્રુટ વહેંચી શકશે નહીં. તેમજ આ સમય દરમિયાન નગરજનો ને પણ અપીલ કરવામાં આવી છે કે, લોકડાઉન સમયે કોઈપણ નગરજનોએ ઘરની બહાર નીકળવું નહી અને સંપૂર્ણ સહકાર આપી કોરોના ધ્વસ્ત કરવો. એક બાજું મહાનગરમાં કોરોનાના પોઝિટિવ કેસનો રાફડો ફાટી રહ્યો છે ત્યારે ગ્રામ્ય વિસ્તાર અને નાના શહેરમાં સ્વૈચ્છિક રીતે બંધ પાડીને કોરોને માત આપવા પ્રયત્નો થઈ રહ્યા છે. જોકે, લોકડાઉન કરવા અંગે સરકારે કોઈ પ્રકારનું એલાન કર્યું નથી. જુદા જુદા વેપારી મંડળ અને એસો. પોતાની રીતે સમજદારીથી આ લોકડાઉનનું પાલન કરી રહ્યા છે. જોકે, રાજકોટમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/