ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ મોરબીના વિવિધ ગામોનો પ્રવાસ કરી રૂબરૂ લોકસંપર્કમાં નીકળ્યા

0
43
/
ભાજપના અગ્રણીઓ પણ બ્રિજેશભાઈ ની સાથે  પ્રવાસમાં જોડાયા

મોરબી : હાલ મોરબી-માળીયા (મીં.)ના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા દ્વારા કુલ 39 ગામોની મુલાકાત લેવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. આ લોકસંપર્ક કાર્યક્રમ અન્વયે આજે મોરબી તાલુકાના ગામોના પ્રવાસ દરમ્યાન વિવિધ ગામડાઓની મુલાકાત લઈ ગ્રામજનો સાથે ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ સંવાદ કર્યો હતો. અને ગ્રામજનોની મુશ્કેલી જાણી તેના નિવારણની ખાતરી પણ  આપી હતી.

જો કે આ પ્રવાસમાં મોરબી તાલુકા ભાજપના પ્રમુખ અરવિંદભાઈ વાસદડીયા, મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી જયરાજસિંહભાઈ જાડેજા, જિલ્લા ભાજપના ઉપપ્રમુખ કે. એસ. અમૃતિયા, અશ્વિનભાઈ બોપલીયા, યુવા ભાજપના ઉપપ્રમુખ જીગ્નેશભાઈ કૈલા, મોરબી તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ ધનજીભાઈ દંતાલીયા, હંસરાજભાઇ પાંચોટિયા, મોરબી તાલુકા મહામંત્રી બચુભાઈ ગરચર, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ જેઠાભાઇ પારઘી, ભાજપ અગ્રણી બચુભાઈ અમૃતિયા, જયંતીભાઈ પડસુંબીયા, અજયભાઇ લોરિયા, અનુસૂચિત જાતિ મોરચાના ઉપપ્રમુખ લાલજીભાઈ સોલંકી સહીત આગેવાનો તથા કાર્યકર્તાઓ હાજર રહેલ હતા.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/