મોરબીમાં કમોસમી વરસાદ બાદ આજે વ્હેલી પરોઢે ધુમ્મસ ભર્યું વાતાવરણ

0
29
/

મોરબી : આજે મોરબી પંથકમાં આજે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે. છેલ્લા બે દિવસમાં કમોસમી વરસાદ વરસી ગયો હતો. ત્યારબાદ આજે વ્હેલી સવારે ધુમ્મસછાયું વાતાવરણ જોવા મળ્યું છે.

છેલ્લા થોડા દિવસથી શિયાળાની ઋતુએ જમાવટ કરી હતી. પરંતુ છેલ્લા બે દિવસમાં વરસાદી માવઠું આવ્યું હતું. ત્યારે હવે ફરી મોરબીમાં હવામાનના રંગ બદલાયા છે. આજે વ્હેલી સવારે મોરબી જિલ્લામાં ધુમ્મસ છવાઈ ગઈ હતી. ગાઢ ધુમ્મસના પગલે વાહન-વ્યવહારને અસર થઇ છે. ઝાકળના 10-15 ફૂટ જેટલા અંતરનું જોઈ શકાતું નહતું. આથી, વાહનચાલકો અને રાહદારીઓ પર અકસ્માતનું જોખમ તોળાતું હતું. જો કે આજે ધુમ્મસ છવાઈ જતા ફરી ઠંડીનો ચમકારો અનુભવાયેલો હતો.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/