મોરબી 181ની ટીમે બે મહિલાની અમૂલ્ય જીદંગી બચાવી માનવતા મહેકાવી

0
34
/

સાસરીયાઓના ત્રાસથી ઘર છોડી ગયેલી બે મહિલાઓની મદદે આવી 181 ટીમ : બન્નેને મહિલાઓને આશ્રય સ્થાને મોકલવામાં મદદ કરી 

મોરબી : તાજેતરમા મોરબી 181ની ટીમને એક મહિલાને તેના સાસરિયાંએ ઘરમાંથી કાઢી મૂકી હોવાનો ફોન કોલ આવ્યો હતો. જે અંગેની જાણ થતાં 181ની ટીમના કાઉન્સિલર જિજ્ઞાશાબેન અને મહિલા કોન્સ્ટેબલ નિલફોરબેન સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી.

મહિલાની પૂછપરછ કરતા તેને જણાવ્યું હતું કે તેના પિતા અંકલેશ્વરમાં રહે છે અને 2 મહિના પહેલા મોરબીમાં સીરામીકમાં કામ કરતા એક યુવાન સાથે લગ્ન થયા હતા લગ્ન બાદ યુવક પત્નીને સમય આપતો ન હોય અને રાત્રીના સીરામીકના કામ કરતો હોવાથી ઘરમાં સાસુ સાથે પણ ઘરકામ બાબતે ઝઘડા થયા હતા જે બાદ તેઓને લાગી આવતા આપઘાતનો પણ પ્રયાસ કર્યો હતો જે બાદ પરનીતાનને તેનો પતિ પિયર મૂકી આવ્યા હતા 4 દિવસ બાદ ફરી સાસરે આવતા પતિએ તેને રાખવાની ના પાડી દેતા તે તેમની સાહેલીના ઘરે જઈ 181ને જાણ કરી હતી. સમગ્ર હકીકત જાણી અભયમની ટીમે ફરી પતિને સમજાવટ કરી હતી જોકે મહિલા ફરી સાસરે જવા માંગતી ન હોવાથી તેને આશ્રય સ્થાન પર મોકલવામાં આવેલ હતી

આવા જ અન્ય એક બનાવમાં ગત ગુરુવારના રોજ 181ના કોલ સેન્ટરમાં ફોન આવ્યો હતો જેમાં એક મહિલા મજૂરી કામ શોધી રહી હોય અને પતિ કે પિયર જવા માંગતી ન હોવાનું જણાવ્યું હતું. જે બાદ 181ની ટિમ મહિલા પાસે પહોંચી હતી મહિલાની પૂછપરછ. કરતા તેને જણાવ્યું હતું કે. તે અમરેલી જિલ્લાની વતની હોય લગ્નના 27 વર્ષ થયાં છે. સંતાનમાં બે પુત્રી છે. 7 વર્ષ પહેલાં તેમના પતિને અન્ય મહિલા સાથે આડા સબંધની જાણ થતાં ઝઘડાઓ થતાં હતાં. પતી તેમની સાથે મારામારી પણ કરતા હોય છતાં પુત્રીઓ સહકાર કર્યા ન હતા. પતિએ તેમને ઘરમાંથી કાઢી મૂકી હતી. પિયરમાં ભાઈ ભાભીએ સહયોગ ન આપતા ઘર છોડી દીધું હતું. જે બાદ. મજૂરી કરી જે રૂપિયા મળે તેનાથી પોતાનું ગુજરાન ચલાવી રહી હતી. રહેવાની સગવડ ન હોવાથી અલગ અલગ જગ્યાએ રહી મજૂરી કરતા હોવાનું અને 5 દિવસ પહેલા મોરબી માં મજૂરી કામ માટે આવ્યા હોવાનું જણાવ્યું હતું. હાલ હોટેલ અને કારખાનામાં જ્યાં જગ્યા મળે ત્યાં રહેતા હતા મહિલાની આપવીતી જાણી 181ની ટીમે તેંમને મોરબીના osc સેન્ટર અને સખી વન સ્ટોપ. સેન્ટરમાં આશ્રય આપ્યો હતો.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/