મોરબીના મકનસરમાં મહિલાનો ગળેફાંસો ખાઈ આપઘાત

0
106
/

મોરબી : મોરબી તાલુકાના મકનસર ગામમાં રહેતી એક મહિલાએ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. આ બનાવની તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી હતી.

મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના લીયા ગામની વતની તથા હાલ મોરબી તાલુકાના મકનસર ગામમાં નકલંક પાર્કમાં રહેતા વાસુદેવભાઇ ગણપતભાઇ જાટાણીયાના પત્ની મીનાબેનએ ગઈકાલે તા. 19ના રોજ પોતાના ઘરે ઓરડામાં કોઇ અગમ્ય કારણોસર પોતાની જાતે દોરડા વડે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. તાલુકા પોલીસ સ્ટેશનમાં મૃતકના પતિએ બનાવની નોંધ કરાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી શરુ હતી.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/