માળીયામાં વોન્ટેડ આરોપી દારૂ-બીયર અને પિસ્તોલ સાથે ઝડપાયો

0
176
/

આરોપીનો ગુન્હાહિત ઇતિહાસ અતિ ખરડાયેલો હોવાનું સામે આવ્યું

માળીયા : હાલ માળીયા મીંયાણા પંથકમાં વિદેશી દારૂની હેરાફેરી સહિતના ગુન્હાઓ અછરીને સ્થાનિક પોલીસને નાકે દમ લાવી દેનાર દારૂ સહિતના અનેક ગુન્હામાં વોન્ટેડ રહેલા આરોપીને આંખરે દબોચી લેવામાં પોલીસને સફળતા મળી છે. પોલીસે આરોપીને પકડવા માટે તેના ઘરે દોરડો પડયો ત્યારે દારૂ-બીયરની સાથે પિસ્તોલ જેવા હથિયાર મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. હાલ પોલીસે આ આરોપીને દારૂ-બીયર અને હથિયાર સાથે ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે.

મોરબી જિલ્લા પોલીસ વડા એસ.આર.ઓડેદરા અને ડીવાયએસપી રાધીકા ભારાઈની સૂચનાને પગલે હાલ જિલ્લાભરમાં હોળી-ધુળેટી નિમિતે દારૂની પ્રવૃતિઓ નાબૂદ કરવા ઉપર પોલીસની ખાસ તવાઈ ચાલી રહી છે અને જિલ્લાભરમાં દારૂના બુટલેગરો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે માળીયાના મોટા દહીંસરા ગામે રહેતા બુટલગેર સામે અનેક ગુન્હા નોંધાયેલા હોય અને આ ગુન્હામાં ફરાર હોવાથી એસપીએ ધુળેટીની ખાસ ડ્રાઈવના અનુસંધાને તેને ઝડપી લેવાની માળીયા પોલીસને સૂચના પણ આપી હતી.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/