મોરબીમાં કાર અચાનક સળગી ઉઠતા નાસભાગ!

0
90
/

મોરબીના ફાયર બ્રિગ્રેડે ઘટનાસ્થળે દોડી જઈને સમયસર આગ ઉપર કાબુ મેળવી લીધો

મોરબી : તાજેતરમા મોરબીના શનાળા રોડ ઉપર ટીજેએસબી બૅંક અને પટ્રોલ પંપની સામે આજે સમી સાંજે જી.જે.36 બી.8139 નબરની કાર પસાર થઈ રહી હતી.ત્યારે આ કારમાં ઓચિંતા આગ ભડકી ઉઠી હતી.જોતજોતામાં આગમાં આખી કાર લપેટાઈ ગઈ હતી અને કાર ભડભડ સળગવા લાગી હતી રોડની વચ્ચોવચ કાર સળગી ઉઠતા રોડ ઉપરથી નીકળતા વાહન ચાલકોમાં ફફડાટ ફેલાયો હતો.આ બનાવની જાણ થતાં ફાયર બ્રિગ્રેડ સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને સળગતી કાર ઉપર સતત પાણીનો મારો ચાલવીને આગ ઉપર કાબુ મેળવી લીધો હતો.સદનસીબે આ આગની ઘટનામાં જાનહાની થઈ ન હતી.જોકે કારમાં આગ લાગવાનું ચોક્કસ કારણ બહાર આવ્યું નથી.પોલીસ સ્ટાફ પણ પણ ઘટનાસ્થળે દોડી ગયો હતો.જો કે આ ટ્રાફિકથી સતત ધમધમતા વિસ્તારમાં કારમાં આગ લાગ્યા બાદ સાવચેતીના ભાગરૂપે એક સાઈડનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો.જેથી થોડીવાર માટે ટ્રાફિકજામ સર્જાયો હતો.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/