મોરબી સહિત પાંચ જીલ્લામાંથી હદપારી કરેલ ઇસમ મોરબીથી ઝડપાયો

0
139
/

મોરબી: માહિતી મુજબ મોરબી જીલ્લા પોલીસ વડા ડો.કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ મોરબી એસ.ઓ.જી. પી.આઈ. જે.એમ.આલની સુચનાથી પોલીસ પેટ્રોલિંગમાં હોય દરમિયાન મોરબી,રાજકોટ શહેર, રાજકોટ ગ્રામ્ય, સુરેન્દ્રનગર, જામનગર અને કચ્છ- ભુજ એમ કુલ પાંચ જીલ્લામાંથી એક વર્ષ માટે હદપાર કરેલ ઇસમ મનોજભાઈ અણદાભાઈ પઢારિયા રહે-અમદાવાદ વાળો મોરબી શકતશનાળા નવા પ્લોટમાંથી મળી આવતા હદપારી હુકમનો ભંગ કરતા મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હઠળ ધરી છે.

મોરબી એસ.ઓ.જી ટીમની આ કામગીરીમાં કિશોરભાઈ મકવાણા, રસિકભાઈ કડીવાર, પરેશભાઈ પર્માંર્ર્ર્ર, રમેશભાઈ રબારી અને સતીશભાઈ ગરચર સહિતના સ્ટાફે કરેલ છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/