મોરબી સિચાઈ કૌભાડમાં રણમલપુરના વધુ એક શખ્સની ધરપકડ

0
103
/

મોરબી જીલ્લાના ચકચારી સિંચાઈ કોભાંડમાં એક બાદ એક અધિકારી અને પદાધિકારીઓની ધરપકડનો સિલસિલો ચાલી રહ્યો છે જેમાંહળવદ તાલુકાના રણમલપુર ગામના ગ્રામ પંચાયતના સામાજિક ન્યાય સમિતિના ચેરમેનની આ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે અને તેના દ્વારા કેટલા રૂપિયા લેવામાં આવ્યા હતા તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે અને તેના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરવામાં આવી છે.

મોરબી જિલ્લામાંથી સિંચાઇના પાણી માટેનો પ્રશ્નો ઉકેલાઈ જાય તેના માટે થઈને વર્ષો પહેલા રાજ્ય સરકાર દ્વારા નાની સિંચાઈ યોજનાના કામો કરવા માટે થઇને કરોડ રકમની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી જે રકમનો ઉપયોગ કરીને મોરબી જિલ્લાના જુદાજુદા ગ્રામ્ય વિસ્તારમાં આવેલ તળાવ ઊંડા ઊતારીને પાણી સંગ્રહ શક્તિ વધે તેના માટેના કામ કરવાના હતા પરંતુ જેતે સમયના સ્થાનિક અધિકારીઓ અને પદાધિકારીઓએ મીલીભગત કરીને માત્રને માત્ર સરકારી ચોપડા ઉપર જ કામગીરી કરીને સરકારી તિજોરીમાંથી કરોડો રૂપિયાની રકમ ઉપાડી લીધી હતી અને નાણાંકીય કૌભાંડ કર્યું હતું જેથી કરીને આ કૌભાંડની ફરિયાદ નોંધાવવામાં આવતા જેતે સમયના નિવૃત્ત કાર્યપાલક ઇજનેર, ધારાસભ્ય સહિતના આગેવાનોની ધરપકડ કરવામાં આવી હતી. ડી.વાય.એસ.પી. ના માર્ગદર્શન હેઠળ મોરબી એ ડિવિઝન  પોલીસ સ્ટેશન ટીમના મહેન્દ્રસિંહ ઝાલા, ફતેસિંહ પરમાર, વિજયભાઈ આહીર અને રીટાબા ઝાલા  દ્વારા હાલમાં રણમલપુર ગામની ગ્રામ પંચાયતના સામાજિક ન્યાય સમિતિના ચેરમેન પુનાભાઈ દેવાભાઈ રાઠોડની આ ગુનાની ધરપકડ કરવામાં આવી છે પુનાભાઈ રાઠોડ દ્વારા આ ગુનામાં આગોતરા જામીન મેળવવા માટે થઈને હાઇકોર્ટમાં આગોતરા જામીનની અરજી કરવામાં આવી હતી પણ કોર્ટે એ અરજી ફગાવી દીધી હતી  પુનાભાઈ રાઠોડ દ્વારા કૌભાંડની અંદર કેટલી રકમની ઉચાપત કરી હતી તેના રીમાન્ડની મેળવા તજવીજ હાથ ધરવામાં આવી છે

મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ 

ફેસબુક પેજ:-

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

 યુ ટ્યુબ ચેનલ :-

https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 

 ટ્વિટર:-

 https://twitter.com/thepressofindia

 ઇન્સ્ટાગ્રામ:-

https://www.instagram.com/thepressofindia/?hl=en 

 વ્હોટ્સએપ ગૃપ :-

https://chat.whatsapp.com/CwFZdFjA8tXLL3g47zE48j

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/