મોરબી : જેતપર ગામમાં પક્ષપલટૂ બ્રિજેશ મેરજાના પ્રવેશ પર પ્રતિબંધનું લાગ્યું બેનર

0
360
/

મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ તાજેતરમાં રાજીનામું આપ્યું છે જોકે હજુ સુધી વિધિવત રીતે ભાજપ પ્રવેશ કર્યો નથી જોકે બ્રિજેશ મેરજા ભાજપ સાથે જોડાય તેવી અટકળો ચાલી રહી છે ત્યારે પૂર્વ ધારાસભ્યના વતન જેતપરમાં બ્રિજેશ મેરજાએ પ્રવેશ કરવો નહિ તેવા બેનર લગાવી દેવામાં આવેલ છે.

ધારાસભ્ય બ્રિજેશ મેરજાના રાજીનામાંને પગલે માત્ર રાજ્યસભા ચુંટણી જ નહીં પરંતુ સ્થાનિક રાજકારણમાં પણ ગરમાવો જોવા મળ્યો છે બ્રિજેશ મેરજા આગામી દિવસોમાં ભાજપમાં જોડાય તેવી પ્રબળ શક્યતાઓ અને અટકળો વચ્ચે પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાના સમર્થકો મેદાને પડ્યા હતા અને સમર્થકોએ સોશ્યલ મીડિયામાં કહો દિલ સે કાંતિલાલ ફિર સેનું સોશ્યલ મીડિયા વોર શરુ કરી દીધું હતું

વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

વધુ સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/