હનીટ્રેપ કાંડમાં ચીટરો પાસેથી પોણા નવ લાખ કઢાવવામાં પોલીસ સફળ

26
407
/

કારખાનેદાર પાસેથી દસ લાખ પડાવનાર ચંડાળ ચોકડીની ભઠ્ઠી બગડી ગઈ : જેલ હવાલે

મોરબી : મોરબીના કારખાનેદાર યુવાનને સુંદરકન્યાના મોહમાં ફસાવી રંગરેલીયાની અંગતપળો કેમેરામાં કેદ કરી હનીટ્રેપમાં ફસાવી રૂપિયા ૧૦ લાખ પડાવનાર ચારેય આરોપીના રિમાન્ડ દરમિયાન પોલીસને આરોપીઓ પાસેથી પોણા નવ લાખ પરત કઢાવવામાં સફળતા મળી છે.

મોરબીમાં યુવાન કારખાનેદારને તેના જ મિત્રએ શનાળા ગામે ઘડિયાળના કારખાને બોલાવી લલનાની મોહજાળમાં ફસાવી આશિષ હેમંત આદ્રોજા રહે મોરબી રવાપર રોડ બોની પાર્ક, તુલસી હસમુખ સંખેસરિયા મોરબી પંચાસર રોડ, વિપુલ મનુભાઈ ચૌહાણ રહે મોરબી રણછોડનગર અને ધવલ નરભેરામ આદ્રોજા રહે મોરબી રાજનગરવાળાએ રંગરેલીયાનો વિડીયો ઉતારી લઇ ૧૦ લાખ રૂપિયા પડાવતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો અને પોલીસે આ ચકચારી બનાવમાં ચંડાળ ચોકડીને પકડી લીધી હતી.

બીજી તરફ પોલીસે મહિલા સાથેની અંગત પળોનો વિડીયો બનાવી નાણાં પડાવનાર ચંડાળ ટોળકીના રિમાન્ડ દરમિયાન ૧૦ લાખની રકમમાંથી ૮.૪૪ લાખની રોકડ રકમ પરત મેળવવામાં સફળતા મેળવી આરોપીઓ પાસેથી સ્વીફટ કાર, એકટીવા અને એક મોટરસાયકલ સહીત ત્રણ વાહનો અને ગુન્હામાં વપરાયેલ મોબાઈલ કબજે લઈ આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટમાં રજુ કરી તમામ આરોપીઓને જેલહવાલે કર્યા હતા

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/

26 COMMENTS

Comments are closed.