મોરબીમાં જાહેર માર્ગો ઉપર ઝીબ્રા ક્રોસિંગ બનાવવા પોલીસવડાને રજૂઆત કરાઈ

0
23
/

મોરબી : હાલ મોરબીમાં ગેસ્ટ હાઉસ રોડ ચોકડી પાસે સર્કલ બનાવી, સામા કાંઠે હાઉસિંગ બોર્ડ સહિતનાં દરેક સર્કલએ ઝીબ્રા ક્રોસિંગ બનાવવા અંગે સામાજીક કાર્યકર્તા મહાદેવભાઈ એમ. ગોહેલએ પોલીસવડાને લેખિત રજૂઆત કરી છે.

આ રજૂઆતમાં જણાવાયું છે કે મોરબી–1 તથા મોરબી-2માં ટ્રાફીક સમસ્યા નિવારવા માટે સામા કાંઠે મહારાણા પ્રતાપ સર્કલ સહિતનાં દરેક સર્કલ પાસે ઝીબ્રા ક્રોસિંગ બનાવવામાં આવે તથા સાઇડમેન રાખવામાં આવે તો અવારનવાર થતા અકસ્માતો અટકાવી શકાય તથા ટ્રાફીક નિયંત્રણમાં રહે. તેમજ રાહદારીઓને રસ્તો ઓળંગવામાં મુશ્કેલી ન રહે.

વધુમાં, ગેસ્ટ હાઉસ રોડથી શંકર આશ્રમ સુધીના રોડ પર વચ્ચે ડીવાઇડર મુકવામાં આવે તો ત્યા પણ દરરોજ થતા નાના-મોટા અકસ્માતોથી વાહનચાલકોને રાહત મળશે. આ બાબતોને ગંભીરતાથી ધ્યાને લઈ કાર્યવાહી કરાવવા માંગ પણ કરવામાં આવી છે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/