તંત્રની ફરી ઉડી ધજજીયા : મોરબીમાં ગટરના પાણી વચ્ચેથી સ્મશાનયાત્રા કાઢવી પડી!!

0
78
/

મોરબી: છેવાડાના વિસ્તારને તંત્ર પ્રાથમિક સુવિધાઓ આપવામાં નિષ્ફળ નીવડ્યું છે આઝાદીના આટલા વર્ષો બાદ અનેક વિસ્તારો હજુ વિકાસથી વંચિત જોવા મળે છે આવી જ સ્થિતિ મોરબીના લાયન્સનગર વિસ્તારની છે જ્યાં ગટરના ગંદા પાણીની સમસ્યાનો ઉકેલ આવ્યો ના હોય અને સ્મશાનયાત્રા ગંદા પાણી વચ્ચેથી યોજવાની ફરજ પડી રહી છે

મોરબીના શનાળા બાયપાસ પાસે આવેલ લાયન્સનગર વિસ્તારમાં મેઈન રોડ પર ગટરના ગંદા પાણી રોડ પર ફરી વાલે છે અનેક વખત રજૂઆત કરવા છતાં નીમ્ભર પાલિકા તંત્રએ કોઈ પગલા ભર્યા ના હોય અને ગંદા પાણી જેમના તેમ જોવા મળે છે ત્યારે તાજેતરમાં લાયન્સનગર શેરી નં ૦૧ માં રહેતા કાળુભાઈ હીરાભાઈ બારોટ નું બીમારી સબબ મૃત્યુ થયું હોય ગટરના પાણીમાંથી સ્મશાનયાત્રા કાઢવી પડી હતી મોરબીનું નીમ્ભર તંત્ર યોગ્ય પગલા ભરતું ના હોય અને અંતિમયાત્રા જેવા પ્રસંગે પણ ગંદા પાણીમાંથી પસાર થવું પડતું હોય જેથી સ્મશાનયાત્રામાં આવતા ડાઘુઓમાં પણ આક્રોશ જોવા મળ્યો હતો અને વિસ્તારના સામાજિક કાર્યક્રમ અબ્દુલ બુખારીએ તંત્રને પ્રશ્નના ઉકેલ માટે માંગણી કરી છે

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/