પ્રામાણિકતા: ટંકારાના બંગાવડી ગામની સ્કૂલના આચાર્ય એ પાંચ લાખ ભરેલ બેગ મૂળ માલિકને પરત કરી

0
181
/

(પ્રતીક આચાર્ય) મોરબી: ટંકારા તાલુકામાં બંગાવડી નામનું
2000 ની વસ્તી ધરાવતું એક નાનું ગામ છે. બે દિવસ પહેલા મોડી સાંજે મોરબીમાં ખૂબ વરસાદ હતો. મોટરસાઇકલ લઈને નીકળેલા ભાવેશભાઈ વરસાદથી બચવા એક જગ્યાએ મોટરસાયકલ પાર્ક કરીને ઉભા હતા. વરસાદના પાણીમાં તણાઈને આવેલો એક થેલો ભાવેશભાઈના પગ સાથે અથડાયો. નીચે નમીને જોયું તો થેલો હતો. આજુ બાજુ નજર નાંખી પણ કોઈ દેખાયું નહિ એટલે વરસાદ બંધ થતાં થેલો સાથે લઈને ભાવેશભાઈ પોતાના ઘર તરફ જવા રવાના થયા.

ઘરે આવીને થેલો ખોલ્યો તો આંખો પહોળી થઇ ગઈ. થેલામાં નોટોના બંડલ હતા. ભીના થયેલા બંડલ ગણ્યા તો 5 લાખથી પણ વધુ રકમ હતી. આટલી મોટી રોકડ રકમ જોઈને કોઈપણનું મન લલચાઈ જાય પણ ભાવેશભાઈને સૌથી પહેલો વિચાર એ આવ્યો કે જેની આ રકમ હશે એની અત્યારે શુ હાલત હશે ? ભાવેશભાઈએ તુરત જ સંકલ્પ કર્યો કે જેની પણ રકમ હોય એ મૂળ માલિકને શોધીને વહેલામાં વહેલી તકે રકમ પરત કરવી છે.

આવડા મોટા મોરબીમાં થેલાના મૂળ માલિકને શોધી કાઢવા સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરવાનું એણે નક્કી કરેલ જે થોડી જ વારમાં આ સમાચાર થેલાના મૂળ માલિક મહેશભાઈ શેરસિયા સુધી પહોંચી ગયા. મહેશભાઈએ આપેલા નંબર પર ફોન કરીને થેલો પોતાનો જ હોવાની ખાતરી કરાવી. ભાવેશભાઈને પૂર્ણ ખાતરી થતા 5 લાખની રોકડ રકમ રાત્રે જ મૂળ માલિકને પરત કરી દીધી.

મિત્રો, આજના યુગમાં ઉછીના લીધેલા નાણાં પાછા આપવામાં પણ લોકો ગલ્લા-તલ્લા કરે છે ત્યારે ભાવેશભાઈ જીવાણીએ રસ્તામાંથી મળેલી 5 લાખ જેવી મોટી રકમ રાત્રેને રાત્રે મૂળ માલિકને શોધી પરત કરી. ભાવેશભાઈએ રકમ પરત કરીને એના પરિવારના સંસ્કારોનો સૌને પરિચય આપ્યો છે અને નવી પેઢીને નૈતિકતાનો પ્રેરક પાઠ ભણાવ્યો છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/