મોરબી : દુકાનમાંથી ધોળે દિવસે ચોરી, સમગ્ર ઘટના કેમેરામાં કેદ-Cctv Footage

0
408
/

મોરબી પંથકમાં તસ્કરો બેફામ બની ગયા છે ગઈકાલે ચીલઝડપની ઘટના મોરબીમાં નોંધાઈ હતી અને મહિલાના ગળામાંથી 1 લાખની કિમતનો સોનાનો ચેન લઇ આરોપી ફરાર થયા છે તો આજે કેનાલ ચોકડી નજીકની દુકાનમાંથી  ધોળે દિવસે એક શખ્શ ખાનામાંથી રોકડ લઈને ફરાર થયો છે જે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે

        બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના કેનાલ ચોકડી નજીક આવેલી પટેલ કોમ્પ્યુટર & સ્ટેશનરી નામની દુકાનમાં બપોરના સુમારે એક ઇસમ દુકાનમાં પ્રવેશ કરીને દુકાનના ખાનામાંથી રોકડ રકમ ચોરી કરી નાસી ગયો છે અને દુકાનના સંચાલક જમીને પરત આવતા ચોરી થયાનું માલૂમ પડ્યું હતું દુકાનના સંચાલક હિતેશભાઈ પટેલે સમગ્ર ઘટના અંગે જણાવ્યું હતું કે બપોરે તે પાર્ટીશન લોક કરીને જમવા ગયા હોય દરમિયાન અજાણ્યો ઇસમ કોઈ રીતે પ્રવેશ કરીને ખાનામાંથી અંદાજે ૧૨ થી ૧૫ હજારની રકમ ચોરી કરી ગયો છે અને દુકાનના સીસીટીવી કેમેરામાં તસ્કર કેદ થયો છે ચોરી અંગે ફરિયાદ કરવા તજવીજ હાથ ધરી છે અને પોલીસે સીસીટીવી ફૂટેજને આધારે વધુ તપાસ હાથ ધરી છે

મોરબીના વધુ સમાચારો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને The Press Of India નું ફેસબુક પેજ લાઇક કરો…

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

The Press Of India ના વ્હોટ્સએપ ગૃપ માં જોડાવા નીચેની લિન્ક પર ક્લિક કરો

https://chat.whatsapp.com/CTjqfxZhxHMDs0kXGSjRD8

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/