મોરબીના લાયન્સનગરમાં ગટરના ગંદા પાણી-ખુલ્લી કુંડીથી ત્રાહિમામ

0
32
/

મોરબીના લાયન્સનગર વિસ્તારમાં ગટરના ગંદા પાણી તેમજ ખુલ્લી કુંડીથી અહીંથી પસાર થતા રાહદારીઓ અને વાહનચાલકોને સતત અકસ્માતનો ભય સતાવી રહ્યો છે આ મામલે પાલિકાને રજૂઆત કરવામાં આવી છે

મોરબીના સામાજિક કાર્યકર અબ્દુલ બુખારીએ પાલિકા ચીફ ઓફિસરને રજૂઆત કરી જણાવ્યું છે કે લાયન્સનગરમાં લાંબા સમયથી ગંદા પાણી ગટરમાંથી શેરીમાં ફરી વળે છે અને રાહદારીઓને ગટરના ગંદા પાણીમાંથી ચાલવાની ફરજ પડે છે આ મામલે નગરપાલિકા પાણી પુરવઠા બોર્ડમાં ફરિયાદનું કહે છે અને એકબીજાને ખો આપી જવાબદાર તંત્ર પોતાની જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ કરી રહ્યું છે છેવાડાના વિસ્તારના હાલ બેહાલ છે બારેમાસ સમસ્યાથી ઘેરાયેલા અહીના રહીશો ચોમાસામાં પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહયા છે જેમાંથી છુટકારો અપાવવા રહીશોએ માંગણી કરી છે

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/